ગ્રેમીમાં ભારત છવાયું, શંકર મહાદેવન, ઝાકિર હુસૈન, રાકેશ ચૌરસિયાને એવોર્ડ
ઝાકિર હૂસૈનને ત્રણ, ચૌરસિયાને બે કેટેગરીમાં એવોર્ડ
ધિસ મોમેન્ટ', પાશ્તો' એઝ વી સ્પિક'ર્ માટે જુદી જુદી કેટેગરીમાં ભારતીય સંગીત સિતારાઓને વૈશ્વિક સ્તરે સન્માનઃ પીએમ મોદીના આલ્બમને એવોર્ડ નહીં
મુંબઇ : લોસ એન્જલિસમાં યોજાયેલા ૬૬મા ગ્રેમી એવોર્ડસમાં ભારતનો જયઘોષ થયો છે. શંકર મહાદેવન તથા તબલાં વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના બેન્ડ 'શક્તિ'ને તેમનાં મ્યુઝિક આલ્બમ 'ધિસ મોમેન્ટ ' માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જાહેર થયો છે. ઉસ્તાદ ઝાકિર હુસૈને ત્રણ તથા બાંસૂરી વાદક રાકેશ ચૌરસિયાએ પણ બે અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યા છે.
લિજન્ડરી ઈંગ્લિશ ગિટારિસ્ટ જૌન મૈકલોલિને ૧૯૭૩માં ઝાકિર હુસૈન, ટી.એચ.' વિક્કુ ' ્ વિનાયર રામ સાથે ફ્યૂઝન બેન્ડ 'શક્તિ'ની શરુઆત કરી હતી. જોકે, ૧૯૭૭ બાદ આ બેન્ડ બહુ સક્રિય રહ્યું ન હતું. ૧૯૯૭માં ફરી મૈકલોલિને આ જ સંકલ્પના સાથે 'રિમેમ્બર શક્તિ' બેન્ડ બનાવ્યું હતું. તેમાં ટી. એચ. 'વિક્કુ' વિનાયકરામના પુત્ર વી. સેલ્વાગણેશ, મેન્ડલિન પ્લેયર યૂ. શ્રીનિવાસ તથા શંકર મહાદેવન સામેલ થયા હતા. ૨૦૨૦માં ફરી આ બેન્ડના કલાકારો ફરી સાથે જોડાયા હતા. મૂળ બેન્ડની રચનાના ૪૬ વર્ષ બાદ તેમણે ગત જૂનમાં 'ધિસ મોમેન્ટ' આલ્બમની રચના કરી હતી અને તેને હવે સીધો ગ્રેમી એવોર્ડ મળ્યો છે.
ઉસ્તાદ ઝાકિર હુસૈનને 'પાશ્તો' માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ ની કેટેગરીમાં તથા 'એઝ વી સ્પીક' આલ્બમ માટે બેસ્ટ કન્ટેમ્પરરી ઈન્સ્ટ્રુમેન્ટલ આલ્બમની કેટેગરીમાં પણ ગ્રેમી સન્માન અપાયું છે.
મશહૂર તબલાં વાદક ઝાકિર હુસૈન માટે આ ત્રીજું ગ્રેમી સન્માન છે. તેઓ અગાઉ 'પ્લેનેટ ડ્રમ્સ' આલ્બમ માટે ટી.એચ. 'વિક્કુ' વિનાયકરરામ સાથે ગ્રેમી મેળવી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે ૨૦૦૮માં 'ગ્લોબલ ડ્રમ પ્રોજેક્ટ' માટે ગ્રેમી સન્માન મેળવ્યું હતું.
૨૦૨૨માં પણ ભારતના પી. દીપક, રિક્કી કેજ તતા સ્ટીવર્ટ કોપલેન્ડના 'ડિવાઈન ટાઈડ્સ' માટે બેસ્ટ ન્યૂ આલ્બમની કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. તે જ વખતે ભારતીય અમેરિકી સિંગર ફાલુ ના આલ્બમ 'એ કલરફૂલ વર્લ્ડ'ને ગ્રેમી એવોર્ડ મળ્યો હતો.
બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સની કેટેગરીમાં આ વખતે આઠ દેવાદેરો હતા. તેમાં પાલુ એ ગાયેલાં અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દર્શાવતાં ગીત 'અબન્ડસ ઈન મિલેટ્સ'નો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આરજૂ આફતાબ, વિજય ઐરર અને શાહઝાદ ઈસ્માઈલીના 'શેડો ફોર્સિસ' તથા બર્ના બોયના 'અલોન'નો પણ સમાવેશ થાય છે.
લિજન્ડરી બાંસુરીવાદક હરિપ્રસાદ ચૌરસિયાના ભત્રીજા તથા ખ્યાતનામ બાંસુરીવાદક રાકેશ ચૌરસિયાને 'પાશ્તો' તથા 'એઝ વી સ્પીક' માટે અમેરિકન બેન્જો પ્લેયર બેલા ફલેક તથા અમેેરિકી બાઝિસ્ટ એગર મેયરની સાથે ગ્રેમી સન્માન અપાયું છે. 'એઝ વી સ્પીક'માં ઝાકિર હૂસૈન, મેયર, ફલેક તથા રાકેશ ચૌરસિયા એમ સૌએ સંગત કરી છે.
ઝાકિર હુસૈને 'પાશ્તો' માટે એવોર્ડ સ્વીકારતી વખતે જણાવ્યું હતું કે સંગીત અને પ્રેમ સિવાય આપણે કશું જ નથી.
શક્તિ બેન્ડ વતી શંકર મહા ેવન તથા ગણેશ રાજગોપાલને એવોર્ડ સ્વીકાર્યો હતો. શંકર મહા ેવને કહ્યું હતું કે આ તબક્કે ઉસ્તા ઝાકિર હુસૈન અન્ય એવોર્ડ મેળવી રહ્યા હોવાથી હાલ તેઓ અમારી સાથે નથી.
ભારતના ગ્રેમી વિજેતાઓ પર અભિનંદની વર્ષા થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંગીતકાર એ. આર. રહેમાન સહિત સંગીત જગતની અનેક હસ્તીઓએ ભારતીય સંગીતકારોના આ શાનદાર દેખાવને વધાવ્યો હતો.
ત્રણ વખત ગ્રેમી જીતી ચુકેલા રીકી કેજે આ એવોર્ડ સેરિમનીમાં હાજરી આપતી વખતે કહ્યું હતું કે નિશંક રીતે આ ભારતનું વર્ષ છે. મૂળ બેંગ્લુરુના કેજે પોકે ગયાં વર્ષે 'ડિવાઈન ટાઈડ્સ' માટે ગ્રેમી મેળવ્યો હતો.
ટેલર સ્વીફ્ટને ચોથી વાર ટોપ એવોર્ડ
પોપસિંગર ટેલર સ્વીફ્ટે આલ્બમ ઓફ ધી યરનો એવોર્ડ ચોથી વખત મેળવીને વિક્રમ સર્જ્યો છે.
તેને 'મિડનાઈટ્સ' આલ્બમ માટે આ એવોર્ડ મળ્યો હતો. રેકોર્ડ ઓફ ધી યર નો એવોર્ડ 'ફલાવર્સ' માટે મિલી સાયરસને ફાળે ગયો હતો. જ્યારે સોંગ ઓફ ધ યરનો એવોર્ડ બિલી ઈલીશને 'બાર્બી' નાં ગીત 'વ્હોટ વોઝ આ મેડ ફોર' માટે મળ્યો હતો.
ટેલર સ્વીફ્ટે ગ્રેમીનાં સ્ટેજ પર જ પોતાનાં નવાં આલ્બમની જાહેરાત પણ કરી હતી.
ગ્રેમીના સમારોહમાંથી જ કિલર માઈકની ધરપકડ
ગ્રેમી એવોર્ડ સમારોહમાં એક આંચકાજનક ઘટના પણ બની હતી. આ વખતે ત્રણ એવોર્ડ જીતનારા કિલર માઈકની સમારોહનાં સ્થળેથી જ ધરપકડ કરી લેવામાં આવી હતી.
માઈકને બેસ્ટ રેપ પરફોર્મન્સ, રેપ સોંગ તથા રેપ આલ્બમ માટે એવોર્ડ મળ્યો હતો.
લોસ એન્જલિસ પોલીસના જણાવ્યા અનુસાર સમારોહ પહેલાં ધાંધલ મચાવવાના આરોપસર તેની અટકાયત કરવામાં આવી હતી.