Get The App

ભારત હવે વિશ્વની મોટી સમુદ્રી તાકાત બની રહ્યું છેઃ પીએમ મોદી

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
ભારત હવે વિશ્વની મોટી સમુદ્રી તાકાત બની રહ્યું છેઃ  પીએમ મોદી 1 - image


નૌકાદળ દ્વારા  ટ્રિપલ લોન્ચ આત્મનિર્ભર ભારતની દિશાામાં કદમ

મંબઈના નેવલ ડોકયાર્ડમાં આઈએનએસ સુરત, આઈએનએસ નીલગીરી તથા વાઘશિરને રાષ્ટ્રને સમર્પિત કરાયાં 

મુંબઇ-  ભારત હવે વિશ્વની એક મોટી દરિયાઇ શક્તિ બની રહ્યું છે એમ વડાપ્રધાને આઈએનએસ સુરત, આઈએનસ નીલગીરી એ બે યુદ્ધ જહાજો તથા વાઘશિર સબમરીનને આજે લોન્ચ કરતી વખતે જણાવ્યું હતું. 

ભારતીય નૌકાદળ દ્વારા એક જ દિવસે બે યુદ્ધ જહાજ અને એક સબમરીન એમ ત્રણને એકસાથે લોન્ચ કરાયાં હોય તેવું પહેલીવાર બન્યું છે. 

વડાપ્રધાન ેજણાવ્યું હતું કે આ ટ્રીપલ લોન્ચ આત્મનિર્ભરતાની દિશામાં એક મહત્વનું કદમ છે. 

આઈએનએસ નીલગીરી પ્રોજેક્ટ ૧૭ ફ્રિગેટ્સનું સુકાની જહાજ છે. આઈએનએસ સુરત પ્રોજેક્ટ ૧૫બી ડિસ્ટ્રોયર્સનું ચોથું અને છેલ્લું જહાજ છે. જ્યારે આઈએનએસ વાઘશીર પ્રોજેક્ટ ૭૫ કાલ્વરી ક્લાસની છઠ્ઠી અને છેલ્લી સબમરીન છે. 

વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યુ ંહતું કે છત્રપતિ શિવાજી મહારાજે નૌકાદળની સંકલ્પના કરી હતી. આજે ભારત તેનાં નૌકાદળને ૨૧મી સદીની જરુરિયાત પ્રમાણે સજ્જ કરી રહ્યું છે. આત્મનિર્ભરતાની દિશામાં આ બહુ મોટું કદમ છે. ભારત તેના સમૃદ્ધ નૌકાદળના વારસા પરથી પ્રેરણા લઈને હવે સાંપ્રત વિશ્વની બહુ મોટી દરિયાઈ શક્તિ બની રહ્યું છે. 

મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે યોજાયેલા સમારોહમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતનું વિઝન વિસ્તારવાદી નથી પરંતુ વિકાસને લગતું છે. આપણે હવે વિશ્વમાં એક જવાબદાર અને વિશ્વસનીય ભાગીદાર તરીકે સ્થાન પામીએ છીએ. આથી આપણે સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઈન ધી રિજિયન-સાગરની સંકલ્પના રજૂ કરી છે.  તેમણે કહ્યું હતું કે દેશનો ઉદ્દેશ પરંપરાગત અને પ્રાદેશિક સામુદ્રિક સીમાઓ સાચવવાનો છે. ભારત હવે હિંદ મહાસાગરમાં સામુદ્રિક ઘટનાઓ વખતે ત્વરિત પ્રતિકારાત્ક કાર્યવાહી કરતી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. પાછલા કેટલાક સમયમાં ભારતે કેટલાયના જીવ બચાવ્યા હોવાનો પણ ઉલ્લેખ તેમણે કર્યો હતો.  તેમણે જણાવ્યું હતું કે દરિયાઈ માર્ગ  ડ્રગ ટ્રેડ, શસ્ત્રની હેરફેર, ત્રાસવાદી પ્રવૃત્તિઓ તથા હ્યમુન ટ્રાફિકિંગ સામે સુરક્ષિત હોવો જોઈએ. 

સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભતાની બાબતે તેમણે જણાવ્યું હતું કે આપણે આજે ૧૦૦થી વધુ સંરક્ષણ  ઉપકરણોની અનેક દેશોને નિકાસ  કરીએ છીએ. હાલ  ભારતના શિપ યાર્ડઝમાં ૬૦ જહાજો બંધાઈ રહ્યાં છે. તેની કુલ કિંમત ૧.૫૦ લાખ કરોડ છે. તેના કારણે અર્થતંત્રમાં ત્રણ લાખ કરોડ ફરતા થયા છે. 

તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં ભારત અવકાશની સાથે સાથે સમુદ્રના ઉંડાણમાં પણ સંશોધનમાં આગળ વધશે.



Google NewsGoogle News