Get The App

વસઈ વિરાર પાલિકાના કમિશનર માટે અભદ્ર ફેક મેસેજીસ વાયરલ કરાયા

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
વસઈ વિરાર પાલિકાના કમિશનર માટે અભદ્ર ફેક મેસેજીસ વાયરલ કરાયા 1 - image


કમિશનરનાં પત્ની અંગે પણ અભદ્ર મેસેજીસ મોકલાયા

ગેરકાયદે બાંધકામો સામેની ઝુંબેશ સાથે સંબંધ અંગે તપાસઃ વતનના વ્હોટસ એપ ગૂ્રપમાં પણ  બદનામી

મુંબઇ :  વસઈ-વિરાર મહાનગરપાલિકાના ઈન્ચાર્જ કમિશનર રમેશ મનાળેની સોશિયલ મીડિયા પર બદનામી કરીને તેમની  પત્ની સંદર્ભે અપમાનજનક સંદેશાઓ મોકલવામાં આવ્યા છે. આ પ્રકરણે બોલિંજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

વસઈ-વિરાર  મ્યુનિસિપલ કોર્પોરેશનના રમેશ મનાળે ઈન્ચાર્જ કમિશનર છે. તેમણે વસઈ-વિરારમાં ગેરકાયદે બાંધકામો સામે મોટી ઝુંબેશ શરૃ કરી છે. જેના કારણે અનેક જમીન માફિયાઓની ધરપકડ કરવામાં આવી છે. આ માટે રમેશ મનાળેને ધમકી આપવામાં આવી રહી છે. 

હવે કોઈ  અજાણ્યા વ્યક્તિએ રમેશ મનાળેના ફોટોગ્રાફમાં ચેડાં કર્યાં હતાં  અને પોર્નોગ્રાફિક વેબસાઇટ પર તેમનો ફોટોગ્રાફ પ્રકાશિત કર્યો હતો. 'કાવ્યા મહેતા' નામની મહિલાની બનાવટી પ્રોફાઈલ પરથી વિવિધ વોટ્સએપ ગૂ્રપ પર મેેેસેજીસ ફરતા કરાયા હતા.  તેમ જ એક અજાણ્યા વ્યક્તિએ રમેશ મનાળેને તેમના મોબાઇલ ફોન પર તેમની પત્ની વિશે અપમાનજનક લખાણ ધરાવતો મેસેજ મોકલીને ધમકી આપી હતી.

 એટલું જ નહીં,આરોપીએ

રમેશ મનાળેને તેમના મૂળ વતન લાતુર ગામના વોટ્સએપ  ગૂ્રપ પર આ બદનામીભર્યા લખાણો ફરતા કરીને હેરાન કરવાનો પ્રયાસ કર્યો છે.છેલ્લા નવેમ્બર મહિનાથી આ પ્રકાર ચાલી રહયો હતો. અંતે રમેશ મનાળેએ બોલિંજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ અને ફેસબુક પ્રોફાઇલર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

આ ફરિયાદના આધારે બોલિંજ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૧ (૨), ૩૫૬ (૨) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ ૬૬ (ભ) અને ૬૭ (છ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.



Google NewsGoogle News