સ્કૂલ-કૉલેજોની બહાર નશીલા પદાર્થોનું વધતું વેંચાણ ચિંતાજનક

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
સ્કૂલ-કૉલેજોની બહાર નશીલા પદાર્થોનું વધતું વેંચાણ ચિંતાજનક 1 - image


સિગારેટ, એમડી, હુક્કાના બંધાણી બનતાં વિદ્યાર્થીઓ 

માત્ર છોકરાઓ જ નહીં તો છોકરીઓ પણ સિગારેટ કે હુક્કો ફૂકતાં જરાય અચકાતી નથી

મુંબઈ :  માત્ર મુંબઈ જ નહીં તો મહારાષ્ટ્રભરમાં સ્કૂલ-કૉલેજોની બહાર ટપરીઓ પર તેમજ ફાસ્ટફૂડની લારીઓ પર પણ હવે માવા, ગૂટકા, હુક્કા કિટ્સ, એમડી વગેરે મળવા લાગતાં શિક્ષકો તથા વાલીઓની ચિંતામાં વધારો થયો છે. 

શાળા એકાદા નાના વિસ્તારમાં હોય કે હાઈપ્રોફાઈલ એરિયામાં હોય પરંતુ પેન જેવી દેખાઈ ઈ-સિગારેટ હવે ઘણાં વિદ્યાર્થીઓના દફ્તરમાં જોવા મળે છે. કેટલીક કૉલેજોની બહાર માત્ર છોકરાંઓ જ નહીં તો છોકરીઓ પણ બિન્ધાસ્ત સિગારેટ ફૂંકતી હોવાનું પણ દરરોજ જોવા મળે છે. માત્ર છોકરાઓ જ નહીં તો છોકરીઓ પણ વિવિધ પ્રકારના નશાનો ભોગ બની રહી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

સામાન્યપણે સ્કૂલ-કૉલેજોથી ૧૦૦ મીટરના અંતરમાં તમાકૂજન્ય પદાર્થ વેંચવાની મનાઈ ફરમાવતો કાયદો છે. પરંતુ આ કાયદાને નેવે મૂકી બિન્ધાસ્ત સ્કૂલ-કૉલેજોની આસપાસના વિસ્તારમાં નશીલા પદાર્થો મળે છે અને વિદ્યાર્થીઓ તેનું સેવન પણ કરે છે. આથી આ બાબતે પાલિકા તેમજ પોલીસ અધિકારીઓએ જાગૃત થઈને કડક કાર્યવાહી હાથ ધરવી, એવી સ્પષ્ટ માગણી વાલીઓ તેમજ શિક્ષકોએ હાથ ધરી છે. 

કેટલાંક વિદ્યાર્થીઓના હાથમાં હુક્કાનો આનંદ આપતું સ્પ્રે પણ જોવા મળ્યું છે. જે ઓનલાઈન પણ સહજ ઉપલબ્ધ છે અને વિદ્યાર્થીઓ તે વાપરીને નશીલા પદાર્થનો આનંદ મેળવે છે. જેને રોકવા માટે શિક્ષકોના પ્રયત્નો પણ અપૂરતાં સાબિત થઈ રહ્યાં છે.



Google NewsGoogle News