Get The App

એસી લોકલો વધારો, પ્રદૂષણ નાથો, ઈસ્ટ-વેસ્ટ કનેક્ટિવી બહેતર બનાવો

Updated: May 4th, 2024


Google NewsGoogle News
એસી લોકલો વધારો, પ્રદૂષણ નાથો, ઈસ્ટ-વેસ્ટ કનેક્ટિવી બહેતર બનાવો 1 - image


નાગરિક સંગઠનોનું મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન માટે ચાર્ટર

જાહેર જગ્યાઓ પરથી દબાણો ખસેડો, ગ્રીન કવર વધારોઃ સાંસદો નાગરિક ફોરમો સાથે નિયમિત સંવાદ કરે 

મુંબઇ :  મુંબઇ મેટ્રોપોલિટન રિજિયન (એમએમઆર)ના સાંસદો આ વિસ્તારના સળગતા પ્રશ્નોનું નિરાકરણ કરી શકે તે માટે અહીંની એક નાગરિક સંસ્થાએ ૧૫ મુદ્દાનું સિટિઝન ચાર્ટર મુંબઇગરાઓના સૂચનો મેળવીને તૈયાર કર્યું છે. ટકાઉ વિકાસ, નાગરિકોના કલ્યાણ, ન્યાયિક સુધારાઓ, પર્યાવરણ અને અન્ય ક્ષેત્ર સંબંધિત માગણીઓની યાદી મુંબઇ નોર્થ સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ ફોરમે તૈયાર કરી છે. મુંબઈના અનેક નાગરિક સંગઠનો, રેસિડેન્ટ સોસાયટીઓના સંગઠનોએ આ ચાર્ટરને અનુમોદન આપ્યું છે. 

ઇસ્ટ વેસ્ટ કનેક્ટિવિટી ઃ એમએમઆરમાં ડીપી ૨૦૩૪ અનુસાર ઇસ્ટ-વેસ્ટ (પૂર્વ પરાંઓ- પશ્ચિમ પરાંઓ) કનેક્ટિવિટીના વિસ્તરણની આવશ્યક્તા પર સંસ્થાએ ભાર મૂક્યો છે. તમામ રહેવાસીઓ માટે જાહેર ટ્રાન્સપોર્ટેશન સેવાઓ ઉપલબ્ધ કરાવવા અને માર્ગો પર ટ્રાફિકજામની પરિસ્થિતિ નિવારવા જરૃરી પગલાંની માગણી કરવામાં આવી છે. વિવિધ એજન્સીઓને એક ટેબલ પર સાથે લાવીને વ્યવસ્થિત સંકલન કરાવવું જોઇએ જેથી રસ્તાઓ વારંવાર ખોદવાનું ટાળી શકાય તેવી માગણી કરવામાં આવી છે.

હવાનું અને ધ્વનિ પ્રદૂષણ ઃ જાહેર  જનતાના આરોગ્ય અને ટકાઉ પર્યાવરણ માટે હવાનું પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવું અતિ મહત્વનું છે. ઉદ્યોગો માટે ઉત્સર્જનના માપદંડોનું કડક અનુપાલન અને પર્યાવરણ- સાનુકૂળ ટેક્નોલોજિ અપનાવવારાઓને પ્રોત્સાહનો આપવા જેવા પગલાં દ્વારા હવાનું શુદ્ધિકરણ થવું જોઇએ તેવી ફોરમે માગણી કરી છે. હવાનું અને ધ્વનિપ્રદૂષણ કરનારાઓ સામે અને કાયદાઓનું સંપૂર્ણ પાલન નહીં કરતા રોડ કોન્ટ્રાક્ટરો, ડેવેલોપર્સ સામે કડક પગલાં ભરવા જનપ્રતિનિધિઓએ સંસદમાં અવાજ ઉઠાવવો જોઇએ તેવી માગણી ફોરમે કરી છે.

પ્રાણી કલ્યાણ કાયદાઓ સુદ્ઢ કરવા અંગે ઃ પ્રાણીઓ સામેની ક્રૂરતા અટકાવતા કાયદાને વધુ કડક બનાવવા,  પ્રાણીઓ સામે ક્રૂરતા આચરનારાઓ સામે કડક પગલાં અને ભારે દંડ કરવા સહિતના પગલાં ભરવાની આવશ્યક્તા પર જનપ્રતિનિધિઓએ ભાર મૂકવો જોઇએ તેવું ફોરમે કહ્યું હતું. કેન્દ્રીય પશુપાલન મંત્રાલયે પ્રાણીઓની હોસ્પિટલ સંબંધિત કાયદા અનુસાર સજ્જ કરવી જોઇએ તેવી માગણી ફોરમે કરી છે.

 બાણોથી મુક્ત ઃ રેલવેની સંરક્ષણ મંત્રાલયની અને સરકારની અન્ય જમીનો પર ગેરકાય ેસર કબજો ટકાઉ  શહેરી વિકાસ સામે અવરોધો સર્જે છે. જાહેર જમીન પરના  બાણો હટાવવા અને ઉચિત ઉપયોગ કરી શકાય તે માટે કેન્દ્રીય સધાાધીશો અને એજન્સીઓ સાથે વ્યૂહરચના તૈયાર કરવા અને તેનો અમલ કરવા સાંસ ોએ આગળ વધવું જોઇએ તેવી ફોરમે  માંગણી કરી છે.

ગ્રીન કવર વધારવાને ફરજિયાત બનાવવું ઃ પર્યાવરણીય સંતુલન અને બહેતર જીવન માટે શહેરમાં ગ્રીન કવર આવશ્યક છે. જંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસની અડોઅડ ગ્રીન કવર પૂરુ પાડવું ફરજિયાત બનાવવું જોઇએ તેવી માગણી કરવામાં આવી છે.

ઇન્ડિયન રોડ કોંગ્રેસના માપદંડોનું પાલન કરવું ઃ  એમએમઆરના રસ્તાઓના નિર્માણમાં અથવા રિપેરિંગમાં ઇન્ડિયન રોડ કોંગ્રેસના માપદંડોનું ચુસ્ત પાલન થયું છે કે નહી તેનું ધ્યાન સાંસદોએ રાખવી જોઇએ. 

વાતાવરણની સર્વગ્રાહથી નીતિ તૈયાર કરવા બાબત ઃ સાંસદે વહીવટીતંત્ર સાથે મળીને વાતાવરણની સર્વગ્રાહથી નીતિ તૈયાર કરવી જોઇએ તેવી માગણી કરવામાં આવે છે. 

ન્યાયિક સુધારાઓ ઃ કોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્ઢ કરી અને પર્યાપ્ત ભંડોળ ઉપલબ્ધ કરાવવાથી ન્યાયતંત્ર સમયસર ચૂકાદાઓ આપી શકે છે. કાયદામંત્રાલય સાથે સાંસદોએ સંકલન સાધી કોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહેતર કરવાના અને વેકેન્સીઓ ભરવા અને સરકારી વકીલોનો પગાર વધારવા સહિતના પગલાંઓ ભરવા જોઇએ.

સિટિઝન કમ્યુનિટી હોલ ઃ  સાંસદના ભંડોળમાંથી અને સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી)ના ભંડોળમાંથી દરેક લોકસભા મતવિસ્તારમાં સિટિઝન કમ્યુનિટી હોલની સંથાપના કરવી જોઇએ જ્યાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય છે.

સિટિઝન વેલફેર ફોરમ સાથે બેઠકો ઃ સ્થાનિક સિટિઝન વેલ્ફેર ફોરમો સાથે સંસદ સભ્યે નિયમિત બેઠકો કરવી જોઇએ જ્યાં ફોરમના સભ્યો પ્રશ્નો રજૂ કરી શકે છે.

એનએચએઆઇ હેઠળના હાઇવે કાર્યોને પ્રાથમિક્તા અંગે ઃ મુંબઇ અને વસઇ વિરાર વચ્ચેના એનએમ ૪૮ના કાર્યને એનએચએઆઇએ (નેશનલ હાઇવેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) પ્રાથમિક્તા આપવી જોઇએ. એમએમઆર સાથે સંકળાયેલા હાઇવે સંબંધમાં સંસદ સભ્યે મંત્રાલય સાથે સંકલન સાધવું જોઇએ તેવી માગણી કરવામાં આવી છે. 

જામીન માટે જુદુ વિધેયક ઃ વૈવાહિક જીવનના વિવાદો, સિવિલ કોર્ટ સંબંધી મામલાઓને ફોજદારી સ્વરૃપ આપવામાં આવ્યું હોય તેવા કેસમાં, ભાગીદારો વચ્ચેના કરારના વિવાદોમાં જામીનની પ્રક્રિયા સરળ સ્વાયત્ત વિધેયકની આવશ્યક્તા છે. તે માટે સાંસદે પ્રયત્નો કરવા જોઇએ. 

શ્રમ કાયદાઓ કડક કરવા અને નેશનલ બિલ્ડીંગ કોડ બહેતર કરવા અંગે ઃ શ્રમિકોને સાઇટસ પર જોખમી પરિસ્થિતિમાં કામ કરવું પડતું હોય છે. તેમની સુરક્ષા માટેના કાયદા વધુ સર્વગ્રાહયી અને કડક બનાવવા જોઇએ. નેશનલ બિલ્ડીંગ કોડ બહેતર બનાવવા પ્રયત્નો થવા જોઇએ. 

એસી લોકલ ટ્રેનની સંખ્યા વધારવી ઃ સાંસદોએ રેલવે મંત્રાલયની ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન કરીને એમએમઆરમાં એસી લોકલ ટ્રેન વધારવી જોઇએ.

નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબ્સટન્સિસ એકટ (એનડીપીએસ) એકટ અને તબીબી હેતુ માટે ગાંજાના ઉપયોગને ગુનો નહીં ગણવો ઃ ગાંજો તબીબી હેતુ માટે લેવામાં આવે તો ગુનો નહીં ગણવો જોઇએ અને વર્તમાન એનડીપીએસ એકટમાં બદલાવ કરવા સંસદ સભ્યે સંસદમાં વિધેયક રજૂ કરવું જોઇએ. તેવી માગણી ફોરમે કરી છે.



Google NewsGoogle News