મંત્રીઓના બંગલાઓના રિપેરિંગમાં પણ કૌભાંડઃ કોન્ટ્રાક્ટરો 26 કરોડની લ્હાણી
વીજ-પાણી બિલ માટે ચૂકવવાના નાણાં પણ કોન્ટ્રાક્ટરોને સોંપાયાં
પીડબલ્યૂડીના અધિકારીઓનું પરાક્રમઃ જે ચૂકવણી સીધી સર્વિસ પ્રોવાઈડરને કરવાની હોય તેને બદલે કોન્ટ્રાક્ટરોને બખ્ખાં કરાવી દીધા
મુંબઇ : મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારના મંત્રીઓના સરકારી બંગલાઓના સમારકામમાં પણ કૌભાંડ થયું છે. પીડબલ્યૂડીના અધિકારીઓએ મૂળ તો લાઈટ અને પાણી બિલ જેવા યુટિલિટીનાં બિલની રકમ પણ જે તે સર્વિસ પ્રોવાઈડરને બદલે બારોબાર કોન્ટ્રાક્ટરોને પધરાવી દીધી છે. આ રીતે કોન્ટ્રાક્ટરોને ૨૬ કરોડની લ્હાણી ખોટી રીતે કરી દેવામાં આવી છે.
ળેલી જાણકારી મુજબ રાજ્યના સાર્વજનિક બાંધકામના મુંબઇ પ્રેસિડેન્સી ડિવિઝન દ્વારા બાવન કરોડ રૃપિયાના ફંડમાંથી ા નાણાં ચૂકવવામાં આવ્યા હતા.
માર્ચ ૨૦૧૭ થી માર્ચ ૨૦૨૩ સુધીના ૩૬ સરકારી બંગલાઓમાં વીજળી અને પાણીના બિલ ભરવા માટે આ નાણા છૂટા કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ત્રણ સરકારો, ભાજપ-શિવસેના, શિવસેના-એન.સી.પી. કોંગ્રેસ અને ભાજપ શિંદે શિવસેનાના મંત્રીઓ આ બંગલાઓમાં રહ્યા હતા.
રેકોર્ડ મુજબ આ છ વર્ષ માટે મુખ્ય મંત્રીના સરકારી નિવાસ સ્થાન વર્ષાના વીજળી અને પાણીનાં બિલ માટે ૬.૨ કરોડ રૃપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાંથી રૃા.૨.૩૭ કરોડ એવા કોન્ટ્રાકટરોને આપવામાં આવ્યા હતા. જેમણે ત્યાં જાણવણી અને સમારકામનું કામ કર્યું હતું.
નાયબ મુખ્ય મંત્રીના સરકારી નિવાસસ્થાન 'સાગર'ના વીજ પાણીના બિલ માટે રૃા.૨.૭૬ કરવામાં આવ્યા હતા. તેમાંથી રૃા.૧.૪૭ કરોડ કોન્ટ્રાકટરોને સમારકામ અને જાળવણીના કામ માટે આપવામાં આવ્યા હતા.
સાર્વજનિક બાંધકામ વિભાગના સચિવ મનીષા મ્હૈસ્કરે કહ્યું કે વિજિલન્સ અને ક્વોલીટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ આ મામલાની તપાસ કરી રહ્યું છે. તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.
સામાન્ય રીતે સાર્વજનિક બાંધકામ વિભાગ દ્વારા યુટીલીટીના બિલની ચૂકવણી સીધી સર્વિસ પ્રોવાઈડરને કરાય છે. જેમ કે પાણીનું બિલ મુંબઇ મહાનગર પાલિકા વીજળીનું બિલ બેસ્ટ ઉપક્રમને કરાય છે.
સાર્વજનિક બાંધકામ વિભાગના અધિકારીઓના જણાવવા મુજબ ઉપરોક્ત સમયમા ભંડોળની ખેંચ હોવાથી કોન્ટ્રાકટરોને બિલ ચૂકવવા જરૃરી હતા. આથી વીજળી અને પાણીના બિલ ચૂકવવાના ફંડને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના એક અધિકારીએ પુષ્ટિ કરી હતી કે આ પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન થયું છે. ખાનગી કોન્ટ્રાકટરોને જોબ વર્ક વિના પેમેન્ટ થવું જોઈતું ન હતું.
કયા સરકારી બંગલા પાછળ કેટલો ખર્ચ
સરકારી બંગલો કોન્ટ્રાકટરને ચૂકવેલી રકમ રૃા.
વર્ષા (સી.એમ. નિવાસ) ૨.૩૭ કરોડ
અગ્રદૂત (સીએમ નિવાસ) ૧.૦૮ કરોડ
નંદાવન (સીએમ નિવાસ) ૦.૯૪ કરોડ
સાગર ના(નાયબ મુ.પ્ર) ૧.૪૭ કરોડ
મુક્તાગિરી અને જ્ઞાાનેશ્વરી
(કેબિનેટ મિનિસ્ટર) ૨.૦૨ કરોડ
એ-૧૦ (ચીફ સેક્રેટરી) ૧.૪૭ કરોડ
સી-૧ કેબિનેટ મિનિસ્ટર ૧.૪૩ કરોડ
એ-૯ કેબિનેટ મિનિસ્ટર ૧.૩૩ કરોડ
બી-૧ કેબિનેટ મિનિસ્ટર ૧.૨૬ કરોડ