મુંબઈ-બેંગ્લુરુ ફલાઈટમાં પ્રવાસીએ ટોઈેલટમાં જ મુસાફરી કરવી પડી
ક્રૂએ કહી દીધું, પ્લેન લેન્ડ થાય ત્યાં સુધી કમોડ પર જ બેસી રહો ે
ડોર લોક થઈ જતાં ફસામણી, બેંગ્લુરુમાં ટેકનિશિયને છૂટકારો કરાવ્યોઃ ટિકિટ ભાડાંનું સંપૂર્ણ રિફંડ આપવાની સ્પાઈસ જેટની જાહેરાત
સોશિયલ મીડિયા પર ટીકા, શું પાયલોટ અંદર ફસાયો હોત તો ક્રૂએ આ જવાબ આપ્યો હોત
મુંબઈ : મુંબઈથી બેંગલુરુ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં એક વિચિત્ર કહી શકાય તેવા બનાવમાં એક પુરુષ પ્રવાસી વિમાનના ટોઈલેટનો દરવાજો બગડી જતા લગભગ ૧૦૦ મિનિટ સુધી અંદર ફસાયેલો રહ્યો હતો. આ બનાવ ફ્લાઈટ એસજી-૨૬૮માં બન્યો હતા. આ ફલાઈટ મુંબઈ એરપોર્ટથી મંગળવારે મોડી રાતે બે કલાકે રવાના થઈ હતી. ટોઈલેટમાં ફસાયેલા પ્રવાસીને બેંગ્લુરુમાં વિમાન લેન્ડ થયા પછી જ ટેકનિશિયને આવીને ડોર રિપેર કર્યા બાદ કાઢી શકાયો હતો. આમ પ્રવાસીની મુંબઈથી બેંગલુરુની સમગ્ર મુસાફરી ટોઈલેટમાં બેસીને જ થઈ હતી.
વિમાનની સીટ ૧૪ડીમાં બેઠેલો પ્રવાસી ફ્લાઈટ ટેકઓફ થયાના ટૂંક સમયમાં સીટબેલ્ટની સાઈન ઓફ થતા ટોઈલેટમાં પ્રવેશ્યો હતો. પણ તેના કમનસીબે ટોઈલેટનો દરવાજો બગડી જતા તે અંદર ફસાઈ ગયો હતો. તેણે બૂમાબૂમ કરતા ક્રુના સભ્યોએ દરવાજો ખોલવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
અંતિમ ઉપાય તરીકે એર હોસ્ટેસે એક ચબરખી લખીને દરવાજા નીચેથી સેરવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે અમે ડોર ખોલવાની કોશીશ કરી રહ્યા છીએ પરંતુ તે ખુલતો નથી. ગભરાશો નહીં, થોડી વારમાં પ્લેન લેન્ડ થઈ જશે. ત્યાં સુધી તમે કમોડની સીટ બંધ કરીને તેની પર જ બેઠા રહો. તમારી જાતને સુરક્ષિત કરી લો. બેંગ્લુરુમાં લેન્ડિંગ બાદ એન્જિનિયર આવશે અને તે દરવાજો રિપેર કરી દેશે. ત્યાં સુધી ગભરાશો નહીં.
વિમાન ૩.૪૨ કલાકે લેન્ડ થયા જ્યારે એન્જિનીયરોએ દરવાજો તોડીને ખોલ્યો ત્યારે પ્રવાસીની બે કલાકની યાતનાનો અંત આવ્યો. પ્રવાસી ક્લોસ્ટ્રોફોબિયાને કારણે ત્રસ્ત થયો હોવાથી તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. સ્પાઈસ જેટએ પ્રવાસીની માફી માગી હતી અને તેને ટિકિટનું પૂરુ રિફન્ડ આપવાની પણ જાહેરાત કરી છે.
આ સમગ્ર ઘટનાક્રમને કારણે ભારે હોબાળો થયો છે. હાલ દેશમાં ફલાઈટના મુસાફરોને ભોગવવી પડતી યાતનાઓમાં આ વધુ એક ઘટનાક્રમના ઉમેરાથી દેશભરમાં એરલાઈન કંપનીઓ તથા નાગરિક ઉડ્ડયન મંત્રાલયના કારભાર સામે પણ ભારે રોષ ફેલાયો છે. સોશિયલ મીડિયા પર કેટલાય લોકોએ એવી ટિપ્પણી કરી હતી કે ફલાઈટમાં આ જ ટોઈલેટ્સનો ઉપયોગ પાયલોટ પણ કરતા હોય છે. શું તેઓ પણ આ રીતે એક કલાક ફસાયેલા રહેત તો ક્રૂ તેમને એવો જ જવાબ આપત કે લેન્ડિંગ ન થાય ત્યાં સુધી કમોડ પર બેસી રહો. ફલાઈટના ટોઈલેટની જગ્યા અતિશય સાંકડી હોય છે અને તેમાં બંધિયાર વાતાવરણમાં કોઈના પણ શ્વાસ રુંધાઈ શકે છે. ગભરામણ થઈ શકે છે. કોઈ વૃદ્ધ કે બીમાર વ્યક્તિ સાથે કશું પણ અઘટિત પણ થઈ શકે છે તેમ રોષે ભરાયેલા લોકોએ જણાવ્યુ ંહતું.
રમિયાન, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા પણ આ બનાવની તપાસ શરુ કરવામાં આવી છે.