Get The App

શ્રાદ્ધ પક્ષમાં દાદર ફૂલ માર્કેટમાં ભાવોમાં કડાકો

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
શ્રાદ્ધ પક્ષમાં દાદર ફૂલ માર્કેટમાં ભાવોમાં કડાકો 1 - image


ફલાવર માર્કેટમાં કોઈ ડિમાન્ડ જ નથી

ગણપતિમાં 150 રુપિયા કિલોએ વેંચાયેલાં ગલગોટા અને 100ના ગુલાબના બંડલના અત્યારે 20 રુપિયા 

મુંબઈ : થોડાં જ દિવસમાં નવરાત્રીના મંડાણ થવાના છે, ત્યારે દાદરની ફૂલમાર્કેટમાં અત્યારે શ્રાદ્ધ પક્ષને  લીધે મંદ  વાતાવરણ જોવા મળી રહ્યું છે. કારણ પિતૃપક્ષમાં ફૂલહારની માગણી ઘટી હોવાથી ફૂલબજારમાં ગ્રાહકોની ભીડ પણ સાવ ઓછી થઈ ગઈ છે. સૌથી વધુ માગ ધરાવતાં ગલગોટા, જૂઈ, રજનીગંધા, શેવંતી, કરણ સહિત ગુલાબના ફૂલોની કિંમત હાલ જથ્થાબંધ તથા રીટેલ એમ બંને માર્કેટમાં ઘટી ગઈ છે.

તહેવાર નિમિત્તે છેલ્લાં અઠવાડિયા પહેલાં સુધી દાદરની ફૂલમાર્કેટ માણસો અને ફૂલ-હારથી ઊભરાતી હતી. ક્યાંય પગ મૂકવાની જગ્યા મળી રહી નહોતી. ત્યારે હવે પિતૃપક્ષનું પખવાડિયું આવતાં તેમાં માંગલિક કાર્યો થતાં ન હોવાથી ફૂલોની માગણી સાવ ઓછી થઈ ગઈ છે. પરિણામે ફૂલો સડી જતાં હોવાથી કચરામાં ફેંકવાનો વારો આવે છે અને ફૂલો ફેંકવા ન પડે તે માટે સાવ સસ્તાંમાં વિક્રેતાઓ હાર-ફૂલ વેચવા લાગ્યા છે. 

ગણેશોત્સવમાં ૧૨૦ થી ૧૫૦ રુપિયા કિલોએ વેંચાયેલા ગલગોટાના ફૂલ અત્યારે ૨૫ થી ૩૦ રુપિયા કિલોએ વેંચાઈ રહ્યાં છે. ૧૦૦૦ થી ૧૨૦૦ રુપિયા કિલોનો મોગરો અત્યારે ૨૪૦ થી ૩૦૦ રુપિયા નીચે આવ્યો છે. જૂઈનો ભાવ ગણપતિ દરમ્યાન ૮૦૦ થી ૧૦૦૦ રુપિયા હતો તે હવે ૨૦૦ થી ૨૪૦ રુપિયા સુધી નીચે ઊતર્યો છે. ગુલાબના ૧૦૦ રુપિયા બંડલના હવે માત્ર ૨૦ રુપિયા થઈ ગયાં છે. આથી ફૂલબજારમાં મંદીનું મોજું અત્યારે ફરી વળ્યું છે. પરંતુ નવરાત્રી સાથે જ ફરી તેજીનો ઉછાળ જોવા મળી તેવી આશા વેપારીઓએ સેવી  રહ્યા છે.



Google NewsGoogle News