Get The App

પંઢરપુરમાં વિઠોબાને માનતા પુરી કરવા ખોટા દાગીનાં ભેટ ચઢાવાયાં

Updated: Jan 5th, 2023


Google NewsGoogle News
પંઢરપુરમાં વિઠોબાને માનતા પુરી કરવા ખોટા દાગીનાં  ભેટ ચઢાવાયાં 1 - image


કોવિડના દરદીની અંતિમ ઇચ્છા પૂરી કરવા પરિવારે કર્યું 1 કરોડનું દાન

મંદિરના ખજાનામાં જમા થયેલું 31 કિલો સોનું અને 1050 કિલો ચાંદીઃ તેમાં બહુ મોટાં પ્રમાણમાં ખોટાં દાગીના પણ મળ્યાં

મુંબઇ :  પંઢરપુરમાં વિઠોબાના મંદિરમાં માનતા પૂરી કરવા માટે ખોટા દાગીના પણ અર્પણ કરવામાં આવે છે. જે ભાવિકોને સોના કે ચાંદીના આભૂષણો ચડાવવાનું આર્થિક રીતે પોષાતું ન હોય એ માનતા પૂરી કરવા સાચી ભાવનાથી ખોટા દાગીના ધરતા હોય છે.

વિઠુરાયના મંદિરની દાનપેટી દરમહિને ખોલવામાં આવે છે. ત્યારે દાનપેટીમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની સાથે ખોટા ઘરેણા પણ નીકળે છે.

વિઠોબાના મંદિરમાં સરાફ તરફથી સોના-ચાદીના દાગીનાની ચકાસણી કરવામા ંઆવે છે અને તેની નોંધ કરવામાં આવે છે. સાચા દાગીનાની જેમ ખોટા દાગીના પણ પોટલીમાં બાંધીને મંદિરના ખજાનામાં સાચવીને રાખવામાં આવે છે. આ રીતે સાચી ભાવનાથી ખોટા દાગીના ચડાવ્યા હોય એ ભક્તોની ભાવનાની કદર થાય છે.

વિઠોબાના મંદિરના ખજાનામાં અત્યારે ૩૧ કિલો સોનું અને ૧૦૫૦ કિલો ચાંદી જમા થઈ છે. ટૂંક સમયમાં સોનાના દાગીના ગાળીને ઇંટો તૈયાર કરવામાં આવશે. વિઠોબાના ચરણે દર વર્ષે ત્રણ કિલો સોનું અને ૨૦૦ કિલો ચાંદીના દાગીના ધરવામાં આવ છે. બીજી તરફ મંદિર પ્રશાસને ભક્તોને તાકીદ કરી છે કે સાચા સોનાના દાગીનાને નામે કોઈ બનાવટી દાગીના ન પધરાવે માટે ઝવેરીની દુકાનમાંથી દાગીનાની પાવતી લેવી જોઈએ.

દરમિયાન બે વર્ષ પહેલાં મુંબઈમાં રહેતા વિઠોબાના એક ભક્તને કોરોનાની બીમારી લાગુ પડી. તબિયત બગડવા માંડી. ત્યારે આ ભક્તે પોતાની માતા અને પત્નીને બોલાવી કહ્યું કે મારી વિમાની જે રકમ આવે એ બધી વિઠોબાને ચરણે ધરી દેજો. થોડા દિવસમાં આ દરદીનું મૃત્યુ થયું. પતિની ઇચ્છા પૂરી કરવા પત્નીએ વિમાની એક કરોડની રકમ મંદિરમાં ગુપતદાનરૃપે અર્પણ કરી હતી.



Google NewsGoogle News