Get The App

મુરબાડમાં યુવકનું અપહરણ કરી જંગલમાં લઈ જઈ હાથ કાપી નાખ્યા

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
મુરબાડમાં યુવકનું અપહરણ કરી જંગલમાં લઈ જઈ હાથ કાપી નાખ્યા 1 - image


જૂની અદાવતમાં ભૂતપૂર્વ સરપંચ તથા સાગરિતોનું કૃત્ય

હત્યાના પ્રયાસોનો ગુનો દાખલઃ યુવક જીવનરમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે

મુંબઈ: થાણે જિલ્લાના મુરબાડમાં બનેલી એક કમકમાટી ભરેલી ઘટનામાં ૨૭ વર્ષના એક યુવકનું કારમાં અપહરણ કરી તેને પાસેના જંગલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં યુવકને પ્રથમ માર મારવામાં આવ્યા બાદ તલવારથી તેના બન્ને હાથ કાપી નાખવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો હતો.

 જૂની અદાવતને કારણે મુરબાડ પંચાયત સમિતીના સભાપતિએ જ આ કૃત્ય તેના સાગરિતોની મદદથી કર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના બાદ પોલીસે આઇપીસીની કલમ ૩૦૭ (હત્યાના પ્રયાસ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. હાલ આ યુવક હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર શનિવારે સાંજે દેવપે ગામમાં રહેતો સુશીલ ભોઇર (૨૭) રિક્ષામાં બેલી કામસર બહાર જઈ રહ્યો હતો ત્યારે મુરબાડ પંચાયત સમિતિનો ભૂતપૂર્વ સરપંચ શ્રીકાંત ધુમાળ તેના સાગરિતો સાથે કારમાં આવ્યો હતો અને તેની કાર રિક્ષાની સામે ઊભી રાખી રિક્ષા અટકાવી દીધી હતી. ત્યાર બાદ સુશીલને રિક્ષામાંથી ખેંચી કાઢી પાસેના એક નિર્જન વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મારમાર્યા બાદ તલવારથી તેના બન્ને હાથ કાપી નાખવામાં આવ્યા હતા. આ હુમલામાં સુશીલ ગંભીર ઘવાયો હતો. આ ઘટનાને પગલે ભારે ખળભળાટ સાથે દહેશતનું વાતાવરણ નિર્માણ થયું હતું.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર ઈજા પામેલા સુશીલને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ પ્રકરણે મુરબાડ પોલીસ મથકમાં આઇપીસીની કલમ ૩૦૭ હેઠળ હત્યાનો ગુનો નોંધી પોલીસે આરોપીઓને ઝડપી લેવાના પ્રયાસો આદર્યા છે.


Google NewsGoogle News