મુંબઈમાં તરુણો કરતાં તરુણીઓની આત્મહત્યાનું પ્રમાણ વધ્યું
4 વર્ષમાં છોકરાઓ કરતાં 23 ટકા વધુ છોકરીઓની આત્મહત્યા
અભ્યાસનાં દબાણ ઉપરાતં રિલેશનશિપ સંબંધિત સમસ્યાઓ, ઘરનું કડક વવાતારણ જેવાં કારણોથી આત્મહત્યા
મુંબઈ : મુંબઈમાં તરુણ-તરુણીઓની આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. એક આરટીઆઈમાં થયેલા ખુલાસા અનુસાર છેલ્લાં ચાર વર્ષમાં તરુણો કરતાં તરુણીઓની આત્મહત્યાનું પ્રમાણ ૩૨ ટકા વધારે છે. સામાન્યપણે કિશોરોનું આત્મહત્યાનું પ્રમાણ કિશોરીઓ કરતાં વધુ હોય છે. પરંતુ છેલ્લાં ચાર વર્ષમાં સ્થિતિ પલટાઈ છે અને કિશોરીઓનું આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું છે.
એક અહેવાલમાં જાણવા મળ્યા મુજબ, ૨૦૧૯ થી ૨૦૨૨ વચ્ચે ૧૮૮ છોકરાઓએ આત્મહત્યાથી જીવ ગુમાવ્યો હતો. ત્યારે તેની સામે ૨૩૧ છોકરીઓએ આત્મહત્યા કરી હતી.
ભારતમાં મહત્તમ આત્મહત્યા થતી હોય તેવાં ટોચના પાંચ શહેરોમાં મુંબઈનો સમાવેશ થાય છે.
૨૦૧૯માં ૧૨૨૯ કુલ આત્મહત્યાની સંખ્યા ૨૦૨૨માં વધીને ૧૪૯૯ પર પહોંચી ગઈ હતી. આ ચાર વર્ષમાં ૧૨૬૦ મહિલાઓએ અને ૩૭૬૫ પુરુષોએ આત્મહત્યાથી જીવ ગુમાવ્યો હતો. વયસ્કોમાં આત્મહત્યા પાછળ પારિવારીક તથા આર્થિક સમસ્યા કારણભૂત ગણાવાઈ છે.
રમ્યાન તરુણીઓમાં આત્મહત્યા પાછળ તણાવ, રીલેશનશીપ સંબંધિત સમસ્યાઓ, પરિવારમાં વિશ્વાસનો અભાવ, છોકરીઓ માટે માતા-પિતાના કડક પ્રતિબંધો, અભ્યાસનું ટેન્શન, શારીરિક તથા માનસિક ત્રાસ કારણભૂત છે. પશ્ચિમી પ્રભાવ, સોશિયલ મીડિયા પ્રતિ અતિ લગાવ, સામાજિક અપેક્ષાઓને કારણે પણ સગીરાઓ આત્મહત્યા તરફ વળે છે. પરંતુ એકં રે પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ છે.