મુંબઈમાં ફળો, શાકભાજી અને સૂકામેવાની કિંમતો 20 ટકા વધી

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
મુંબઈમાં ફળો, શાકભાજી અને સૂકામેવાની કિંમતો 20 ટકા વધી 1 - image


 નવરાત્રીના માહોલની અસર 

શ્રાદ્ધપક્ષ પૂરો થતાં શુકનવંતા કામો માટે સૂકામેવા, ફળની માગ વધી

મુંબઈ :  આસોની નવરાત્રી શરુ થતાં પહેલાં જ માર્કેટમાં શાકભાજી તથા ફળોના ભાવમાં ઉછાળ આવ્યો છે. છેલ્લાં એક અઠવાડિયાથી શાકભાજીની કિંમતોમાં ૨૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. સૌથી વધુ તેજી સફરજન, કેળા, દાડમ, બદામ, મખાના અને કિસમીસના ભાવમાં જોવા મળી છે. ૧૫ ઑક્ટોબરથી નવરાત્રી શરુ થઈ રહી છે. ત્યારે નવરાત્રી શરુ થતાંની સાથે શાકભાજી તથા ફળોના ભાવમાં હજી વધારો થવાની શક્યતા છે. નવરાત્રી નજીક આવતાં લોકોએ નવરાત્રી સંબંધિત સામગ્રીઓની ખરીદીઓ પણ શરુ કરતાં માર્કેટમાં તેજી જોવા મળી હતી. નવરાત્રીમાં માતાજીને પ્રસાદમાં સૂકામેવા અને ફળ ધરાવવામાં આવતાં હોય છે. વળી શ્રાદ્ધ પૂરાં થતાં સગપણ તથા શુકનવંતા કાર્યોની શરુઆત થતી હોય છે. આથી તેની અસર પણ ફળો-શાકભાજી-સૂકામેવાની કિંમતો પર પડતી હોય છે.

તહેવાર નજીક આવતાં ગોળ અને સાકરના ભાવમાં પણ વધારો થયો છે. ગોળનો ભાવ ૪૦ થી ૪૫ રુપિયા કિલોએ પહોંચ્યો છે તો સાકર પણ ૪૦ થી ૪૨ રુપિયા કિલોએ વેંચાઈ રહી છે. શીંગદાણાના ભાવમાં પણ ૧૦ રુપિયાનો વધારો થયો છે.સાબુદાણાના ભાવમાં પણ પાંચથી દસ રુપિયાનો વધારો થયો છે તો રાજગરા અને શિંગોડાના લોટની કિંમતો પણ વધી છે.

સામગ્રી એક સપ્તાહ પહેલાં અત્યારે

સફરજન ૧૨૦ થી ૧૪૦ રુા. ૧૫૦ થી ૨૦૦ રુા.

દાડમ ૧૦૦ થી ૧૩૦ રુા. ૧૪૦ થી ૧૬૦ રુા.

મોસંબી ૪૦ થી ૫૦ રુા. ૬૦ થી ૮૦ રુા.

કેળા ૫૦ રુા. ડઝન ૬૦ થી ૮૦ રુા. ડઝન

બદામ ૮૫૦ - ૯૦૦ રુા. ૯૦૦ થી ૯૫૦ રુા.

કિસમીસ ૨૫૦-૩૦૦ રુા. ૨૮૦-૩૬૦ રુા.

કાજૂ ૭૦૦-૭૫૦ રુા. ૭૫૦ - ૮૦૦ રુા.

મખાના ૬૫૦ - ૭૦૦ રુા. ૭૫૦ - ૮૦૦ રુા.

પિસ્તા ૧૧૦૦-૧૨૦૦ રુા. ૧૩૦૦ - ૧૪૦૦ રુા.



Google NewsGoogle News