મુંબઈમાં 3 કલાક નહીં પણ હવે રાતે 8થી 10 2 જ કલાક ફટાકડા ફોડવાની છૂટ
1 કલાક ઘટાડતાં હાઈકોર્ટે કહ્યું, ઈમરજન્સી છે, દિલ્હી થવા દેવું નથી
સરકારે પગલાં ગણાવ્યાં તો કહ્યું વરસાદને લીધે હવા સુધરી છેઃ પાલિકા- સરકાર પ્રયાસ કરીને કોઈ ઉપકાર-મહેરબાની નથી કરતા, તેમની ફરજ છે
મુંબઈ : બોમ્બે હાઈ કોર્ટે વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિવાલી દરમ્યાન ફટાકડા ફોડવા સંબંધી આપેલા અગાઉના આદેશમાં સુધારો કરીને હવે રાત્રે આઠથી દસ વાગ્યા સુધીની મુદત આપી છે. મુખ્ય ન્યા. ડે. કે. ઉપાધ્યાય અને ન્યા. કુલકર્ણીની બેન્ચે છઠ્ઠી નવેમ્બરે સાંજે સાત વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ત્રણ કલાક માટે ફટાકડા ફોડવાની પરવાનગી આપી હતી. હવે તેમાં એક કલાકનો ઘટાડો કરી બે કલાકની જ છૂટ આપવામાં આવી છે. હાઈકોર્ટ અગાઉ જ પાલિકા તથા પોલીસને આ સમયમર્યાદાનો અમલ થાય તેની જવાબદારી સોંપી ચૂકી છે.
શુક્રવારની સુનાવણીમાં કોર્ટે નોંધ કરી હતી કે મુંબઈમાં ફટાકડા ફોડવામાં ઘટાડો થયો છે. આપણે દિલ્હી જેવી સ્થિતિ નથી ઊભી કરવી. આપણે મુંબઈકર જ રહેવું છે, એમ મુખ્ય ન્યા. ઉપાધ્યાયે જણાવ્યું હતું. બેેન્ચે જણાવ્યું હતું કે શહેરમાં અમુક વિસ્તારોમાં હવાની ગુણવત્તાનો આંક હજી નબળો છે. આપણે ઈમરજન્સીની સ્થિતિમાં છીએ. ઘણા પ્રયાયો કર્યા પણ હજી કંઈક વધુ પ્રયાસની જરૃર છે, એમ કોટે જણાવ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે પોતે અગાઉના આદેશમા ંસુધારો કરી રહી છે અને હવે ફટાકડાની સમયમર્યાદા આઠથી દસ વાગ્યા સુધીની કરવામાં આવે છે.
વાહન સંબંધી આદેશ ૧૯ નવેમ્બર સુધી કાયમ
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરમાં કાટમાળનું પરિવહન કરતા વાહનોના શહેરમાં પ્રવેશ પર બંધી લાદતો આદેશ આપ્યો હતો અને બાંધકામની સામગ્રી લઈ જતા વાહનો સંપૂર્ણ રીતે કવર થયેલા હોય તો પરવાનગી આપી હતી. આ બધા નિર્દેશો ૧૯ નવેમ્બર સુધી લાગુ રહેશે, એમ કોર્ટે જણાવ્યું હતું. ૧૯ નવેમ્બર બાદ સંબંધીત પાલિકાએ હવાના ગુણવત્તા આંકને ધ્યાનમાં લીધા બાદ કાટમાળના વાહન અંગે નિર્ણય લેવાનો રહેશે.
નિષ્ણાતો દ્વારા પ્રદૂષણનો અભ્યાસ જરૃરી
પ્રદૂષણના સ્રોત પણ નક્કી કરવા જરૃરી છે આને માટેે નિષ્ણાતો દ્વારા અભ્યાસની જરૃર છે. હવામાં માત્ર ધૂળ હોય થે કે અન્ય રસાયણ હોય હોય છે? ..એવો કોઈ અભ્યાસ થયો છ? કારણકે ઘણી હોસ્પિટલો શ્વાસોચ્છ્વાસની બીમારીવાળા દરદીઓથી ઊભરાઈ રહી છે. કોર્ટે વધુ સુનાવણી ૧૧ ડિસેમ્બર પર રાખી છે. કોર્ટે નોંધ કરી હતી કે વાયુ પ્રદૂષણની સમસ્યા ફરી ઊભી થઈ શકે છે. તેનું કારણ તપાસવા અને અસર ઓછી કરવા નિષ્ણાતો દ્વારા અભ્યાસની જરૃર છે. અમે નિષ્ણાત નથી, એમ કોર્ટે જણાવીને ઉમેર્યું હતું કે સતત નિરીક્ષણ કરતી યંત્રણા પણ જરૃરી છે.
વરસાદ નો આભાર માનો'
એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે કોર્ટને જણાવ્યું હતું કેે મુખ્ય પ્રધાનની કચેરીના સ્તરથી લઈને સરકાર ગંભીર પ્રયાસ કરી રહી છે અને હવાની ગુણવત્તાનો આંક સંતોષકારક સ્તરે પહોંચ્યો છે.કોર્ટે જણાવ્યું હતું કે આ તો શહેરના કેટલાંક વિસ્તારોમાં પડેલા વરસાદનું પરિણામ છે. વરસાદનો આભાર માનો, એમ મુખ્ય ન્યા.એ જણાવ્યું હતું.કોર્ટે સરકાર અને પાલિકાના પ્રયાસની પણ પ્રશંસા કરી હતી. સાથે જ તમે કોઈના પર મહેરબાની કરતા નથી તમારી ફરજ છે, એમ પણ જણાવ્યું હતું.
પાલિકાના આંકડા જ ગંભીર પરિસ્થિતિ ર્શાવે છે'
પાલિકાના વિલે જણાવ્યું હતું કે ફ્લાઈંગ સ્ક્વોડે અત્યારસુધીમાં ૧૬૨૩ બાંધકામ સ્થળોની મુલાકાત લીધી હતી ેજેમાંથી ૧૦૬૫ને નોટિસ અપાઈ છે.કોર્ટે નોંધ કરી હતી કે નિયમભંગ કરનારા સ્થળોની સંખ્યા વધુ છે. આંકડા બોલે છે. પાલિકા જે રીતે દર્શાવવા માગે છે એટલું ગુલાબી ચિત્ર નથી.
રસાયણિક ફટાકડા ચકાસવાની યંત્રણા પર સવાલ'
કોર્ટે અમે પણ નોંધ્યું હતુંં કે સુપ્રીમ કોર્ટે દેશમા ંરસાયણિક ફટાકડા પર બંધી લાદી છે. ઉત્પાદન સ્તરે જ આ બાબત ચકાસવાની કોઈ યંત્રણા છે? કે પછી વેચાણ સ્તરે તપાસ કરવાની કોઈ યંત્રણા છે? એવો સવાલ કોર્ટે કર્યો હતો.
છઠ્ઠી નવેમ્બરે હાઈ કોર્ટે પર્યાવરણ અને વાયુ પ્રદૂષણ પરના નિષ્ણાતની કમિટી રચી હતી શુક્રવારે કોર્ટે નિવૃત્ત અમલદારને ત્રીજા સભ્ય તરીકે નિયુક્ત કર્યા હતા. તમામ મહાપાલિકાઓ તેમનો રોજિંદો અહેવાલ આપશે અને સમિતિ સાપ્તાહિક અહેવાલ કોર્ટને આપશે, એમ કોર્ટે જણાવ્યું હતું.