મુંબઈમાં ધો. 11માં પ્રવેશ માટે 1.17 લાખ વિદ્યાર્થીનાં રજિસ્ટ્રેશન
ફોર્મ ભરવાના 2જા તબક્કાનો 5મી જૂનથી પ્રારંભે
મહારાષ્ટ્રમાં ધો. 10માં 14 લાખ પાસ પણ ધો. 11 માટે હજુ સુધી 2.5 લાખની જ નોંધણી
મુંબઈ : ધો.૧૦ની પરીક્ષાના પરિણામ ગત સોમવારે જાહેર થયાં તે પહેલાંથી જ ધો.૧૧ એડમિશન પ્રક્રિયાના પ્રથમ તબક્કાના ફોર્મ ભરાવવાના શરૃ થઈ ગયાં છે. રાજ્યભરમાં કુલ ૨,૫૧,૪૩૪ વિદ્યાર્થીઓએ તેમના રજીસ્ટ્રેશન ફોર્મનો પ્રથમ તબક્કાનો ભાગ ભરી દીધો છે. હવે આ વિદ્યાર્થીઓ એડમિશન ફોર્મનો બીજો ભાગ શરૃ થવાની રાહ જોઈ રહ્યાં છે. જ્યાં ૧૪ લાખ વિદ્યાર્થીઓ પાસ થતાં હોય ત્યાં રાજ્યભરમાંથી ધો.૧૧ના એડમિશન માટે અત્યાર સુધીમાં માત્ર ૨.૫૧ લાખ જેટલાં જ ફોર્મ ભરાય એ ખૂબ ઓછી સંખ્યા ગણાવી શકાય.
એડમિશન ફોર્મના પહેલાં તબક્કામાં વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી વિદ્યાર્થીઓએ ભરવાની હતી. આ તબક્કો શરૃ થવા પહેલાં બે દિવસ માટે તેમને પ્રેક્ટિસ ફોર્મ પણ ભરાવવામાં આવ્યાં હતાં. જોકે દસમાનું પરિણામ જાહેર થતાં જ અગિયારમાના પ્રવેશના બીજા તબક્કાના ફોર્મ શરૃ થવા જરૃરી હોય છે. પરંતુ તે પાંચમી જુલાઈથી શરૃ થશે. તેમાં વિદ્યાર્થીઓએ તેમને મળેલાં માર્ક્સ તથા તેને આધારે કા€લેજોના પસંદગીક્રમ ભરવાના રહેશે. જેને આધારે તેમને મેરિટ પર કા€લેજની ફાળવણી કરવામાં આવશે.
મુંબઈ વિભાગની વાત કરીએ તો કુલ, ૧,૦૩૧ કા€લેજોમાંની સીટ્સ માટે કુલ ૧,૭૧,૬૭૮ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંના ૧,૧૫,૪૦૫ વિદ્યાર્થીઓના ફોર્મ લોક થઈ જઈ કુલ ૯૭,૩૯૫ વિદ્યાર્થીઓના ફોર્મ વેરિફાય થઈ ચૂક્યાં છે. એડમિશન ફોર્મનો બીજો ભાગ શરૃ થયા બાદના અઠવાડિયાથી મેરિટ આધારિત એડમિશન પ્રક્રિયા શરૃ થઈ શકશે. તે માટેનું વિગતવાર સમયપત્રક પણ ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ જાહેર કરશે.