માથેરાનમાં 4 ચાર કિમી દૂર વાહનો છોડી પગપાળા જવું પડે છે
વીકએન્ડ અને વેકેશનમાં વધુ મુશ્કેલી
કસ્તુરી નાકા પાસે પાર્કિંગની જગ્યા નહિ હોવાથી માર્ગમાં ગમે ત્યાં વાહનો મૂકાતાં ઠેર ઠેર જામ
મુંબઇ : ઇકો- એન્ઝીટીવ ઝોનમાં આવેલું માથેરાન એક જ એવું હિલ-સ્ટેશન છે જ્યાં મોટર- વાહનો પર પ્રતિબંધ છે. પરિણામે માથેરાનના એન્ટ્રી પોઇન્ટ દસ્તુરી નાકા પાસે વાહનો પાર્ક કરી દેવા પડે છે. પરંતુ વીક-એન્ડ અને વેકેશનમાં ટુરિસ્ટોનો પ્રવાહ એટલો વધી જાય છે કે કાર અને બીજા વાહનો ઉભા રાખવાની જગ્યા નથી રહેતી. એટલે મોટા ભાગના ટુરિસ્ટોએ ત્રણ- ચાર કિલોમીટર દૂર વાહનો રસ્તાની એકબાજુ ઉભા રાખીને પગપાળા માથેરાન પહોંચવું પડે છે.
માથેરાનના દસ્તુરી નાકા પર વન ખાતાની જગ્યામાં મોટે પાયે અતિક્રમણ થયું છે. એટલે વાહનો ઉભા રાખવાની જગ્યા જ નથી રહી. જ્યારે બીજી તરફ પેનોરમા પોઇન્ટના રસ્તે ૫૦ કાર પાર્ક કરી શકાય એટલી જગ્યા છે. પરંતુ ત્યાં વાહન ઉભા રાખવા સામે પોલીસ વાંધો ઉઠાવે છે.
માથેરાનના સોશ્યલ વર્કરે જણાવ્યું હતું કે દસ્તુરી નાકા ઉપર કાર પાર્ક કરવા માટે નગર પરિષદ અને વનખાતા તરફથી સંયુક્ત રીતે પૈસા વસૂલ કરવામાં આવે છે. પરંતુ પાર્કિંગ માટે પૂરતી જગ્યા ન હોવાથી ટુરિસ્ટોએ ત્રાસ વેઠવો પડે છે. દસ્તુરી નાકાના પાર્કિંગ લોટમાં કાર ઉભી રાખવાની જગ્યા ન મળે એટલે ટુરિસ્ટો નેરળ- માથેરાનના ઘાટ રસ્તા ઉપર એક તરફ મોટરો ઉભી રાખી દે છે. પરિણામે વીક-એન્ડમાં અમૂક ટ્રાફિક જામ થાય છે. ઘણીવાર તો બે-ત્રણ કલાક લાઇનમાં ઉભું રહેવું પડે છે. ક્યારેક કંટાળીને ઘણાં ટુરિસ્ટો માથેરાન જવાનું માંડી વાળે છે અથવા તો પાછા ફરી નેરળમાં પાર્કિંગ શોધી ટુરિસ્ટો ટેક્સીમાં માથેરાન પહોંચે છે.
સ્તુરી નાકા પરનો એક વિશાળ પ્લોટ હજી માથેરાન નગર- પરિષ ના તાબામાં નથી આવ્યો. આ પ્લોટ ઉપલબ્ધ થયા પછી લગભગ ૨૦૦ કાર પાર્ક કરી શકાશે. બીજું આ પ્લોટ પર થયેલું અતિક્રમણ હટાવવામાં પ્રશાસને સફળતા નથી મળી. પરિણામે ર વીકએન્ડમાં ઘાટ રસ્તે ટ્રાફિક ક્લિયર કરવા ટ્રાફિક પોલીસે કવાયત કરવી પડે છે.