મહારાષ્ટ્રમાં છેલ્લાં 2 વર્ષમાં બહેલિયા શિકારીઓએ 25 વાઘનો શિકાર કર્યો
બહેલિયા ટોળી વન્યજીવોના શિકાર માટે કુખ્યાત છે
વાઘની ખાલ, હાડકાં અને વાઘનખના વેચાણમાંથી સાત કરોડની કમાણી કરી હોવાનો અંદાજ
મુંબઈ - જંગલી પ્રાણીઓના શિકાર કરવા માટે કુખ્યાત બહેલિયા ટોળીએ છેલ્લાં બે વર્ષમાં પચ્ચીસથી વધુ વાઘનો શિકાર કર્યો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના મેળઘાટ વન્યજીવ ગુના શાખાની મદદથી રાજુરા વન વિભાગને બહેલિયા શિકારી ટોળીનું પગેરૃં મળ્યું હતું. બહેલિયા ટોળીના સરદાર અજિત રાજગોંડ ઉર્ફે અજિત પારઘીની ધરપકડ સકરવામાં આવ્યા પછી તેની પૂછપરછને આધારે છેલ્લાં બે વર્ષમાં પચ્ચીસથી વધુ વાઘના શિકાર કરવામાં આવ્યાની માહિતી મળી હતી. વાઘને માર્યા પછી તેની ખાલ, હાડકાં અને વાઘનખના વેચાણમાંથી બહેલિયા ટોળીએ સાત કરોડ રૃપિયાની કમાણી કરી હોવાનો અંદાજ છે.
બહેલિયા ટોળીના સરદાર અજિત પારધા ઉપરાંત બહેલિયા ટોળીના ૧૬ જણની તંલગણાના અસિફાબાદથી ધરપકડ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારના રાજુરા, બ્રહ્મપુરી, બલ્લારપુર અને ગોંદિયાના જંગલમાં આ વાઘોના શિકાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આ અગાઉ ૨૦૧૩માં બહેલિયા શિકારીઓએ મહારાષ્ટ્રમાં કેટલાય વાઘોનો શિકાર કર્યા પછી મેનઘાટ વન્યજીવ ગુના શાખાના પ્રયાસથી ૧૫૦ શિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. એ વખતે સર્વોચ્ચ અદાલતે પણ આટલી મોટી સંખ્યામાં શિકારીઓને પકડી પાડવાની મેળઘાટ વન્યજીવ ગુના શાખાની કામગીરીને બીરદાવી હતી. ત્યાર પછી સવાઘના સંરક્ષણ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોજીજર (એસઓપી) તૈયાર કરવામાં આવી હતી. જો કે આ એસઓપી કાગળ પરહ જ રહી હોવાનું પ્રાણીરક્ષકોનું કહેવું છે.
વાઘના શિકાર સંદર્ભમાં વનમંત્રી ગણેશ નાઈકે જણાવ્યું હતું કે વાઘના શિકાર બાબતે તપાસ કર્યા બાદ વાઘના રક્ષણ માટે અસરકારક પગલાં લેવામાં આવશે.