ધારાવીમાં ગધેડીના એક ચમચી દૂધનો ભાવ 50 રુપિયા
બાળકોને મોંઘુદાટ દૂધ અપાવવા માતાઓની પડાપડી
મુંબઈ : એશિયાના સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર તરીકે જાણીતા મુંબઈના ધારાવી વિસ્તારમાં ગધેડીના દૂધનો કારોબાર શરુ થયો છે. અહીં બાળકોની સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાતું આ દૂધના ફકત એક ચમચીના ૫૦ રુપિયા વસૂલવામાં આવે છે. આમ છતાં પણ અહીં આટલુ મોંઘું દૂધ બાળકને પીવડાવવા માટે માતાઓ પડાપડી કરે છે.
ગધેડીના દૂધમાં તરત જ જીવાત પડી જતી હોવાથી દોહ્યા પછી તરત જ પીવડાવવું પડેઃ ગધેડી સાથે જ ગલીએ ગલીએ હાક પડે છે
મુંબઈ જેવાં શહેરોમાં ગાય અને ભેંસનું દૂધ છૂટથી વેંચાતું હોય છે, પણ ધારાવીમાં ગધેડીનું દૂધ વેચાઈ રહ્યું છે.ગધેડીને લઈને ફરતા ફેરિયાઓની હાક સાંભળી માતાઓ પોતાના બાળકોને લઈ બહાર આવે છે, એટલે આ માણસ મોટી ચમચીમાં ગધેડીનું દૂધ લઈ બાળકને પીવડાવી પચાસ રૃપિયા લઈ આગળ વધે છે. ગધેડીનું દૂધ વધુ ટકતું નથી, તુરંત જીવાત પડી જાય છે. એટલે તરત જ દોહીને પાવું પડે છે. બાળકોના પોષણ અને તંદુરસ્તી માટે ગધેડીનું દૂધ ખૂબ જ ઉપયોગીછે.
ગધેડીનું દૂધ વેચતા માણસે જણાવ્યા મુજબ મોટી વ્યક્તિ માટે પણ દૂધ લાભદાયી છે. ખાસ તો તાવ, થકાવટ, દાંતોમાં કમજોરી, અલ્સર અને દમ તેમ જ અમુક સ્ત્રીરોગમાં આ દૂધ દવાની ગરજ સારે છે. જો કે મ્યુનિસિપલ હોસ્પિટલના એક ડોકટરે કહ્યું હતું કે પોષણ અને સ્વાદમાં ગધેડીનું દૂધ માતાના દૂધનો વિકલ્પ બની શકે, પરંતુ બધા બાળકોને ન આપી શકાય. બીજું કે આ દૂધ બધાને માફક ન આવે તેવું પણ બની શકે છે.
ક્ષિણમાં એક લીટર દૂધની કિંમત ૬થી ૭ હજાર
ક્ષિણ ભારતમાં ગધેડીના દૂધનો ઘણો વપરાશ છે. કર્ણાટકમાં તો ગધેડીના ૂધ માટે લોકો ફાર્મ ઊભા કરવા માંડયા છે. ક્ષિણ ભારતમાં એક લીટર ગધેડીનું ૂધ ૬થી ૭ હજાર રૃપિયે લીટર વેંચાય છે.
ગુજરાતમાં મોટી ઉઘરસના ઈલાજ માટે ઉપયોગ
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો પરાપૂર્વથી ગધેડીના દૂધનો દવા તરીકે ઉપયોગ થતો આવ્યો છે. ખાસ કરીને બાળકોને મોટી ઉઘરસ (વ્હૂપીંગ કફ) થાય ત્યારે ગધેડીનું દૂધ પીવડાવામાં આવતું બતું. ગામો કે ગામડામાં ગધેડીનું દૂધ વેચવાવાળા ચોક્કસ દિવસે નીકળે અને મોટી ઘંટડી વગાડતા જાય એટલે માતાઓ તરત જ પોતાના બાળકોને લઈને બહાર આવે દૂધ પીવડાવવા.
મહારાષ્ટ્રમાંથી ગધેડાની દાણચોરી થાય છે
મહારાષ્ટ્રના નક્સલગ્રસ્ત ગઢચિરોલી અને ચંદ્રપુર વિસ્તારમાંથી દાણચોરીથી ગધેડાને આંધ્ર અને તેલંગણા બાજુ લઈ જવામાં આવે છે. કારણ કે ત્યાં ગધેડીનું દૂધ બહુ જ ઊંચી કિંમતે વેંચાય છે.