બુલઢાણામાં મહિલા પ્રિન્સીપાલે સગીર વિદ્યાર્થીના કપડા ઉતારીને દુષ્કર્મ આચર્યું
નાસ્તામાં ખરાબ કેળા મળતા વિદ્યાર્થીએ વાલીને ફરિયાદ કરતાં
બુલઢાણામાં માતા પિતાના ફરિયાદના આધારે પોક્સો કલમ હેઠળ કેસ નોંધાયો
મુંબઇ: બુલઢાણામાં શાળાની મુખ્યધ્યાપિકાએ એક સગીર બાળકનું જાતીય શોષણ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. સગીરે શાળામાં નાસ્તામાં ખરાબ કેળા આપવા બદલ માતા- પિતાને ફરિયાદ કરી હતી, જે બાદ વાલીએ મુખ્યધ્યાપિકાને આ વિશે જવાબ માંગ્યો હતો. જે બાદ મુખ્યધ્યાપિકાએ આઠ વર્ષના સગીરના કપડા કાઢીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકવનારી ઘટના બની હતી. વાલીના ફરિયાદ બાદ શિક્ષિકા વિરુદ્ધ પોક્સો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, શેગાંવના બુલઢાણા નજીક શુક્રવારે અહીંની જિલ્લા પરિષદની મરાઠી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને નાસ્તામાં કેળાનું વિતરણ દરમિયાન એક વિદ્યાર્થીને ખરાબ કેળુ મળતા તેણે તેના માતા પિતાને ફરિયાદ કરી હતી. તે પછી વાલીએ શાળામાં જઈને પ્રિન્સિપાલને બાળકને ખરાબ કેળુ કેમ આપ્યું? એવો જવાબ માંગ્યો હતો.
આ ઘટના બાદ ગુસ્સામાં ભરાયેલા મુખ્યધ્યાપિકાએ આઠ વર્ષના સગીર વિદ્યાર્થીના કપડા ઉતારીને તેની સાથે દુષ્કર્મ આર્ચ્યું હતું. આ ઘટનાથી ગભરાયેલો વિદ્યાર્થી શાળામાંથી ભાગી ગયો હતો. દોડતી વખતે સગીર શાળાના પરિસરમાં પડી ગયો હતો. જેથી તેના પગમાં પણ ઈજા થઈ હતી. આ મામલે સગીર વિદ્યાર્થીના પિતાએ શેગાંવ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
માતાપિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે, પોલીસે જિલ્લા પરિષદ મરાઠી પ્રાથમિક શાળા, મુખ્યધ્યાપિકા સામે પોક્સો કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જેના કારણે શિક્ષણ વિભાગમાં ચકચાર મચી ગઈ હતી. હાલ આ મામલે વધુ તપાસ શરુ કરવામાં આવી છે.