ભિવંડીમાં ભાજપના નેતા ડાન્સ બાર માલિકો પાસે હપ્તો લેતાં રંગે હાથ ઝડપાયા
અકોલાના કાઉન્સિલરે મુંબઈ ભાજપના કોર્પોરેટર હોવાનો દાવો કરી લાખો માગ્યા
હિતેશ કુંભારે તાજેતરમાં જ ગૃહ પ્રધાનને પગલા માટે પત્ર પાઠવ્યો હતોઃ નવ બાર માલિકોએ પૈસા ભેગા કરીને બોલાવ્યો અને પોલીસને જાણ કરી
મીરા ભાયંદર: અકોલાના ભાજપના કાઉન્સિલ હિતેશ કુંભારે પોતે મુંબઈનો ભાજપનો કોર્પોરેટર હોવાનો દમ ભીડી ભિવંડીના ડાન્સ બાર માલિકો પાસેથી લાખો રુપિયાની ખંડણીની માગણી કરી હતી. નવ ડાન્સ બાર માલિકોએ થોડા પૈસા એકત્ર કરી તેને તે લેવા બોલાવ્યો હતો અને તે દરમિયાન પોલીસને જાણ કરી દેતાં પોલીસે ભાજપના નેતા તથા તેમના બે સાગરિતોને રંગે હાથ ઝડપી લીધા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર કોનગાંવ પોલીસ ની હદ્દ માં મુંબઈ નાસિક હાઈવે નજીક સ્ટેશન વિસ્તારમાં ભિવંડી બાયપાસ રોડ પર ઘણા ડાન્સ બાર છે. તેમાંથી, લૈલા ડાન્સ બાર સંતોષ ભોઇર અને હરીશ હેગડે દ્વારા ભાગીદારીમાં ચલાવવામાં આવે છે.
હિતેશ કુંભાર આ ડાન્સબારમાં આવ્યો હતો અને બાર માલિકને ધમકાવ્યો હતો અને કહ્યું હતું કે હુ મુંબઈનો ભાજપના કોર્પોરેટર છું, તારે પોતાનો બાર ચલાવવો હોય તો ઓર્કેસ્ટ્રા બારના રૂ. ૫ લાખ અને સવસ બારના રૂ. ૩ લાખ મળી કુલ રૂ. ૮ લાખ રૂ. અને દર મહિને હપ્તો ચૂકવવો પડશે. એટલું જ નહીં, માસિક ભથ્થા તરીકે ૨૫ હજાર રૂપિયા અલગથી માંગવામાં આવ્યા હતા. જે બાદ હિતેશ કુંભારે બાર માલિકને જણાવ્યું હતું
બાર માલિકે હિતેશ કુમ્હારને કહ્યું કે તમામ બાર માલિકો સાથે ચર્ચા કરીને આવતીકાલે પૈસા આપીશ, તમારે કાલે જ પૈસા આપવા પડશે. જે કહ્યા બાદ હિતેશ કુંભાર તેના મિત્રો સાથે નીકળી ગયો હતો. બીજા દિવસે હિતેશ કુમ્હાર ફરીથી તેના મિત્રો સાથે લૈલા બારમાં આવ્યો અને પૈસાની માંગણી કરી હતી. બાર માલિક સંતોષ ભોઈરે ૯ બાર માલિકો પાસેથી દરેક બાર માલિક પાસેથી રૂ.૩ હજાર વસૂલ કરીને કુલ રૂ. ૨૭ હજાર આપવાની તૈયારી બતાવી હતી પરંતુ હિતેશ કુમ્હારે એકસાથે પૈસાની માંગણી કરી હતી. રકમ મોટી હોવાથી બાર માલિકે સમય માંગ્યો હતો. આ સમયે હિતેષ કુંભારે ધમકી આપી હતી કે જો તું એક જ વારમાં પૈસા નહીં આપે તો તું ડાન્સબાર કેવી રીતે ચલાવે છે તે જોઈ લઈશ.
દરમિયાન, બારના માલિક સંતોષ ભોઈરે તેની સાથે વાતચીત કરી અને બારના અને સીધો કોનગાંવ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને ખંડણીના પૈસાની માંગણી વિશે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ઘટના સ્થળે પહોંચી છટકું ગોઠવી ખંડણી માંગનાર હિતેશ કુમારને ઝડપી લીધો હતો.
જોકે, તપાસ વખતે ખબર પડી હતી કે તે મુંબઈ નહીં પણ અકોલા નગર પંચાયતમાં કાઉન્સિલ છે. તેની સાથે ડાન્સ બારમાં આવેલા બે સાગરિતો દેવેન્દ્ર ખુટેકર અને રાકેશ કુંભકર્ણને પણ ઝડપી લેવાયા હતા.
ર હિતેશ કુંભારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને નવી મુંબઈ, મુંબઈ અને થાણે વિસ્તારમાં ડાન્સબાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કોનગાંવ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.