Get The App

નવી મુંબઈમાં લેડીઝ બાર, પબ અને ઢાબાના ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત

Updated: May 31st, 2024


Google NewsGoogle News
નવી મુંબઈમાં લેડીઝ બાર, પબ અને ઢાબાના ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત 1 - image


પુણેના પોર્શે કાંડ પછી નવી મુંબઈમાં ઓપરેશન 

બેલાપુર, તુર્ભે અને કોપરખૈરણેમાં દુકાનો અને ઢાબાનું મહાપાલિકા દ્વારા તોડકામ

મુંબઈ :  પુણેના પોર્શે- કાંડ બાદ ત્યાંની મહાપાલિકાએ ધડાધડ પબ અને બાર પર બુલડોઝરો ચલાવ્યા એવી રીતે નવી મુંબઈ મહાપાલિકાએ આખી રાત અતિક્રમણ વિરોધી ઓપરેશન ચલાવીને કેટલાંય લેડીઝ બાર, પબ, ઢાબા અને ચાઈનીઝ ફૂડ સ્ટોલના ગેરકાયદે બાંધકામો તોડી પાડયા હતા.

નવી મુંબઈ મહાપાલિકાની તોડકામ ટીમે મંગળવારે રાતે કામગીરી શરૃ કરી હતી અને બુધવારે વહેલી સવાર સુધી ચાલુ રાખી હતી. આમાં છ લેડીઝ બાર- પબ, કેટલાંક ઢાબા અને ચાઈનીઝ ફૂડ સ્ટોલના અનધિકૃત હિસ્સો બુલડોઝર  અને જેસીબી મશીનોથી તોડી પાડવામાં આવ્યા હતા. આમાં મુખ્યત્વે વેધર- શેડ તેમજ બારની બાજુમાં કામચલાઉ બાંધકામ ઉભું કરીને ત્યાં પણ વ્યવસાય ચલાવાતો હતો એ બધા હિસ્સો રાતોરાત તોડી પાડવામાં આવ્યા હતા. પહેલાં તબક્કાની કામગીરીમાં મુખ્યત્વે બેલાપુર અને તુર્ભે વિસ્તારમાં અતિક્રમણ હટાવવામાં આવ્યું હતું.

નવી મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ડો. કૈલાશ શિંદેના આદેશ અનુસાર હોટેલ, રેસ્ટોરાં, પબ અને બારના ગેરકાયદે હિસ્સાના તોડકામની ઝુંબેશ ચાલુ જ રાખવામાં આવશે.

 રમ્યાન કોપરખૈરણેમાં પાલિકાએ ત્રણ  ુકાનો, એક ઢાબા અને એક ભંગારની  ુકાનના ગેરકાય ે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.



Google NewsGoogle News