કબૂતરોને ચણ નાખ્યું તો તૈયાર રહેજો 500 રૂપિયા દંડ ભરવા

- પાલિકા નિયમનો કઠોર પણે અમલ કરશે

Updated: Apr 5th, 2019


Google NewsGoogle News
કબૂતરોને ચણ નાખ્યું તો તૈયાર રહેજો 500 રૂપિયા દંડ ભરવા 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 5 એપ્રિલ 2019, શુક્રવાર

પ્રાણી અને પક્ષીઓને ખાદ્ય પદાર્થ દાણા નાંખ્યા તો દંડ લગાડવાની શક્યતા છે. શ્વાન, બિલાડી એટલું જ નહિ કબૂતરોને પણ સાર્વજનિક ઠેકાણે કંઇ પણ ખાદ્યપદાર્થ નાંખસો અને અન્યને ત્રાસ થતો હશે તો ૫૦૦ રૂપિયા દંડ વસૂલ કરાશે. મુંબઇ મહાનગર પાલિકાના સ્વચ્છતા અને આરોગ્ય ઉપકાયદા અંતર્ગત કાર્યવાહી કડક રીતે કરવાનો નિર્ણય વહીવટીતંત્રે લીધો છે.

ઘરની બાલ્કનીમાં પક્ષીઓને દાણા નાંખવામાં આવે છે. પક્ષીઓની વિષ્ઠા અને પિછાના કચરાથી અન્યને ઉપદ્રવ થાય છે. આથી નિવાસી સંકુલના બાલ્કનીમાં પક્ષીઓને દાણા મૂકી શકાશે નહીં. એવો આદેશ સુપ્રીમ કોર્ટે એક કેસમાં ચુકાદો આપ્યો હતો.

આ પાર્શ્વભૂમિ પર સાર્વજનિક ઠેકાણે પ્રાણી- પક્ષીઓને ખાધ્ય પદાર્થ નાંખવાથી તેના વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરવાનો નિર્ણય વહીવટીતંત્રે લીધો છે.  પાલિકાના ઘનકચરા વિભાગેને આવા પ્રકારની કાર્યવાહી કરવાનો અધિકાર છે. હવે આ નિયમનો કઠોર રીતે પાલન કરવાનું સૂચન વિભાગ કચેરીઓને આપવામાં આવ્યો છે. એવું ઘનકચરા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

કબૂતરોને દાણા નાંખવામાં આવે છે. પણ તેમની વિષ્ઠા અને તેઓના પિછામાંથી ખરતા જંતુને લીધે શ્વાસોશ્વાસ સંબંધેની બિમારી થવાની શક્યતા હોય છે. આથી કબૂતરોને દાણા નાંખવાનો વિરોધ હોય છે. 

વરલીની એક સોસાયટીનો આ મામલે કેસ કોર્ટમાં ગયો હતો. સિવિલ કોર્ટે બાલ્કનીમાંથી દાણા નાંખવાની ન શકાય એવો આદેશ આપ્યો હતો. ત્યારબાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં રજૂ થયો હતો. જો કે સુપ્રીમ કોર્ટે અગાઉના ચુકાદાને જેવા હતો એમ રાખીને કબૂતરોને દાણા નાંખશો નહિ. એવો ચુકાદો આપ્યો હતો. આથી હવે પાલિકા આ માટે પોતાના નિયમનો કઠોર રીતે અમલ કરશે.


Google NewsGoogle News