Get The App

આરટીઈના બાકીના 1800 કરોડ ન મળે તો ખાનગી સ્કૂલો બંધ

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
આરટીઈના બાકીના 1800 કરોડ ન મળે  તો ખાનગી સ્કૂલો બંધ 1 - image


 મેસ્ટા'ની રાજ્ય સરકારને ચેતવણી 

કોર્ટના નિર્ણય છતાં હજારો સ્કૂલો વંચિતઃ વિદ્યાર્થી દીઠ 17670 રુપિયા પસંદગીની સ્કૂલોને જ ચૂકવાયા 

મુંબઈ :  ખાનગી મેનેજમેન્ટ દ્વારા ચલાવવામાં આવતી સ્કૂલોમાં આરટીઈ અંતર્ગત ૨૫ ટકા સીટ્સ પર આર્થિક નબળાં વર્ગના વિદ્યાર્થીઓને એડમિશન અપાય છે. તે માટે કાયદાનુસાર દરવર્ષે એડમિશન લેનારા વિદ્યાર્થીઓની ફી રાજ્ય સરકારે સંબંધિત સ્કૂલોને આપવી ફરજિયાત છે. પરંતુ ગત ચાર વર્ષથી આ રકમ સ્કૂલોને મળી નથી. તે અદા કરવા તાજેતરમાં હાઈકોર્ટે પણ આદેશ આપ્યો છે, છતાં તેનું પાલન થતું ન હોવાથી હવે અમારે સ્કૂલો બંધ કરવી પડશે અને તેની તમામ જવાબદારી રાજ્ય સરકારની રહેશે, એવી ચિમકી 'મહારાષ્ટ્ર ઈંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટીસ એસોસિએશન' (મેસ્ટા) વતી સરકારને અપાઈ છે.

મેસ્ટા અંતર્ગત રાજ્યમાં કુલ ૧૮ હજારથી વધુ સ્કૂલો રજીસ્ટર્ડ થયેલી છે. આથી મેસ્ટા એ રાજ્યનું સૌથી મોટું શિક્ષણ સંસ્થા ચાલક સંગઠન છે. આથી સરકારે ખાનગી સ્કૂલોને હક્કના પૈસાં તુરંત આપવા, કોર્ટના નિર્ણયનું માન રાખવું અને મેસ્ટાએ આક્રમક પગલું ભરવું પડે તેવી પરિસ્થિતી રાજ્ય સરકારે નિર્માણ કરવી નહીં, એવું મેસ્ટાના સંસ્થાપક અધ્યક્ષે જણાવ્યું હતું. સરકાર માથે રાખ્યની ખાનગી સ્કૂલોનું કુલ ૧,૮૦૦ કરોડનું દેવું છે. તે માટે મેસ્ટા અંતર્ગતની સ્કૂલોની યાદી શિક્ષણ વિભાગને અનેકવાર મોકલાવાઈ છે. પરંતુ રાજ્ય સરકારે અંગ્રેજી સ્કૂલોનું દેવું બાકી ન રાખતાં બાકી રહેલી આરટીઈની ફીની રકમ મેસ્ટાને તુરંત આપવી અન્યથા અમે કડક વલણ અપનાવીશું, એવી ચેતવણી મેસ્ટાએ આપી છે.

આરટીઈ હેઠળ રાજ્યની અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં  સામાજિક તેમજ આર્થિક નબળાં વર્ગના વિદ્યાર્થીઓ માટે  ૨૫ ટકા સીટ્સ રિઝર્વ રખાય છે. કોરોના દરમ્યાન ૨૦૨૦-૨૧ના આર્થિક વર્ષ માટે વિદ્યાર્થીઓની ફી પેટે અપાતી રકમ ઓછી કરી પ્રતિ વિદ્યાર્થી આઠ હજાર રુપિયા સ્કૂલો માટે માન્ય કરાયા હતાં. આ વર્ષથી ફરી પહેલાંની જેમ વિદ્યાર્થી દીઠ ૧૭,૬૭૦ રુપિયા જેટલી રક્કમ નિશ્ચિત કરાઈ છે. પરંતુ તેમાં માત્ર કેટલાંક કરોડની જ જોગવાઈ કરાઈ અને તે પણ નિશ્ચિત સ્કૂલોને જ આ રકમ અપાઈ હોવાનો આક્ષેપ સંસ્થાચાલકોએ કર્યો છે.



Google NewsGoogle News