Get The App

પિતાનું મૃત્યુ 1956 પૂર્વે થયું હોય તો પુત્રીને વારસાનો અધિકાર મળતો નથી

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
પિતાનું મૃત્યુ 1956 પૂર્વે થયું હોય તો પુત્રીને વારસાનો અધિકાર મળતો નથી 1 - image


2007માં સિંગલ બેન્ચે આપેલા ચુકાદાના ઉલ્લેખનો પ્રત્યુત્તર  

હિન્દુ મહિલા મિલકત અધિકાર કાયદા, ૧૯૩૭માં માત્ર વિધવાને જ પુત્ર તરીકે ગણવાની જોગવાઈ હોવાની સ્પષ્ટતા

મુંબઈ :  પિતાનું મૃત્યુ હિન્દુ ઉત્તરાધિકારી કાયદો ૧૯૫૬ લાગુ થવા પૂર્વે થયું હોય તો પિતાની મિલકતમાં પુત્રીને વારસાનો મર્યાદિત અથવા નિર્વિવાદિત અધિકાર મળતો નથી, એવો ચુકાદો બોમ્બે હાઈકોર્ટે ૧૨ નવેમ્બરે આપ્યો હતો.

૨૮ ફેબુ્રઆરી ૨૦૦૭માં સિંગલ જજે આપેલા ચુકાદાના ઉલ્લેખનો ડિવિઝન બેન્ચે ઉત્તર આપ્યો હતો. ઉલ્લેખનો ઉત્તર આપતાં બન્ચ હિન્દુ ઉત્તરાધિકારી કાયદાની જોગવાઈનો ઉલ્લેખ કર્યો હતો અને હિન્દુ મહિલાના મિલકત અધિકારના ૧૯૩૭ના કાયદાનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં પરિવારમાં, પતિ કે પિતાની મિલકતમાં મહિલાના અધિકારનો મુદ્દો હાથ ધરાયો છે. 

હિન્દુ રિવાઝ પ્રમાણ પુત્રી જન્મે ત્યારે લગ્નની વયની થાય ત્યારે તેને સાસરિયે મોકલાવી દેવાય છે. આથી તેને ૧૯૩૭નો કાયદો લાગુ થયો એ સમયે પરિવારનો હિસ્સો માનવામાં આવતી નહોતી.૧૯૩૭નો કાયદો આઝાદી પૂર્વે ઘડાયેલો હતો. અ ેસમયે વિધવાઓને પતિના મૃત્યુ બાદ સંરક્ષણ આપવું પડતું હતું કેમ કે તેને પીયરે મોકલાવાતી નહોતી. આથી આવી સ્થિતિમાં ૧૯૩૭ના કાયદા દ્વારા વિધવાઓને મર્યાદિત અધિકાર અપાયો હતો. પુત્રીને જોકે ૧૯૫૬ના કાયદા પૂર્વે પિતાની મિલકત પર અધિકારના દાવાથી વંચિત રખાતી હતી, એમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું. 

આ સુધારો વધુ પુરોગામી કરીને ૨૦૦૫ના સુધારિત કાયદા હેઠળ પુત્રીને સમાન અધિકાર અપાયો હતો. જોકે એનો અર્થ એવો નથી કે ૧૯૫૬ પૂર્વે પિતાના મૃત્યુના કેસમાં મિલકતનો વારસો નક્કી થયો ત્યારે પુત્રીને કોઈ અધિકાર મળી શકે. 

અપીલકર્તા જોકે મૃતક પિતાની પહેલી પત્નીની પુત્રી હતી. પ્રતિવાદી બીજી પત્નીની પુત્રી હતી.પહેલી પત્ની પિતાના મૃત્યુ પૂર્વે મૃત્યુ પામી હતી અને પિતાના મૃત્યુ બાદ તેની મિલકત બીજી પત્નીને વારસામાં મળી હતી અને તેના મૃત્યુ બાદ તે મિલકત બીજી પત્નીની અકેમાત્ર પુત્રીને મળી  હતી.

અપીલકર્તાના જણાવ્યા અનુસાર હિન્દુ ઉત્તરાધિકારી કાયદા ૧૯૫૬ અને ૨૦૦૫ના કાયદા અનુસાર પિતાની વિધવાની જેમ પિતાની મિલકતમાં પોતાને પણ વારસો મળવો જોઈએ.

હિન્દુ મહિલાના મિલકત અધિકાર કાયદા ૧૯૩૭ની મહત્ત્વની જોગવાઈએનો ઉલ્લેખ કરીને કોર્ટે જણાવ્યું હતું કે જો પિતાનું મૃત્યુ ૧૯૫૬ પૂર્વે થયું હોય તો પુત્રીને મિલકતનો વારસાનો અધિકાર મળતો નથી. કાયદામાં પુરુષ માલિક તરીકે મિલકતનો હિસ્સો માગવા અને  મર્યાદિત હિસ્સાની ગણતરી કરવા વિધવાને જ પુત્ર તરીકે  ગણવાના કરવાની જોગવાઈ  છે.


Google NewsGoogle News