Get The App

પત્નીને બેન્ક બંધ થયાની ખબર પડશે તો હાર્ટ એટેક આવી જશે

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
પત્નીને બેન્ક બંધ થયાની ખબર પડશે તો હાર્ટ એટેક આવી જશે 1 - image


બેન્કની શાખાઓ બહાર કરુણ દ્રશ્યો

મુંબઈ -  બેન્કે૫ લાખ રૃપિયા સુધીની રકમ સુરક્ષિત કરી છે અને બેન્કે જાહેરાત કરી છે કે આ રકમ આગામી ૯૦ દિવસમાં મળી જશે. શુક્રવારે સવારે બેન્કની શાખાની બહાર આવું બોર્ડ લગાવી દીધું હતું. પરંતુ, ગ્રાહકોને તેમના પૈસાની ચિંતા હતી. મારી પાસે ૨૦ વર્ષથી બેન્ક ખાતું છે. મારી પાસે બેન્કમાં પાંચ લાખ રૃપિયા છે.બેન્ક બંધ થઈ છે તો હવે શું કરવું? આ બેન્કમાંથી મારો પગાર આવે છે, બેન્કે જાહેરાત કરી છે કે આ થાપણો ૩ મહિનામાં મળશે. અમને તે નહીં મળે, તો આપણે શું કરવું જોઈએ? અન્ય ગ્રાહકે કહયું કે, મારી પત્નીને ખબર પડશે તો તેને હાર્ટ એટેક આવી જશે. બેન્ક અચાનક બંધ થઈ ગઈ તે ખૂબ જ દુઃખદ છે. સામાન્ય ગ્રાહકો તેમની રોજની કમાણી બેન્કમાં જમા કરાવે છે. હવે પોતાના પૈસા માટે જ દાવો કરવો પડશે અને લાઇન લગાવવી પડશે. આ માટે કોઈ મંત્રી આવશે? એવો રોષે ભરાયેલો પ્રશ્ન બેન્કની બાહર ઊભેલા ગ્રાહકો દ્વારાઊભો કરવામાં આવ્યો હતો.  અન્ય એક ખાતેદારે જણાવ્યું હતું કે ૨૨ વર્ષથી મારું અને પત્નીનું ખાતું આ બેન્કમાં છે. અમે તમામ બચત અહીં મૂકી છે. હવે અમને કહેવામાં આવ્યું છે કે ૯૦ દિવસ સુધી પૈસા નહિ મળે. અમારે હવે રોજના ઘર ખર્ચ માટે પણ કોઈ પાસે હાથ લંબાવવાનો વારો આવ્યો છે.  અન્ય ગ્રાહકોએ કહ્યું હતું કે રિઝર્વ બેન્કે ગ્રાહકોને થોડાક પણ પૈસા ઉપાડવા માટે સમય આપવા જેવો હતો. 

ઘર ખર્ચ માટે ફિક્સ ડિપોઝીટ કરી

આ બેન્ક દ્વારા ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધા આપવામાં આવતી હોવાથી અનેક ગુજરાતી, જૈન ગ્રાહકોએ મોટી સંખ્યામાં અકાઉન્ટ ઓપન કરાવ્યા હતા. અનેક ગ્રાહકોના લોકર પણ હોવાથી તેમને ભારે ચિંતા થઈ ગઈ છે. આ વિશે એક સિનિયર સિટિઝન ગુજરાતી ખાતા ધારકે ગુજરાત સમાચારને ભાવુક અવાજ સાથે કહયું હતું કે 'મારા પતિ નિવૃત્ત થતાં તેમને મળેલાં પી.એફ.ના પૈસા અમે ફિક્સ ડિપોઝીટ કરીને રાખ્યા હતા. જેથી કરીને અમને મહિને ઘર ખર્ચ એમાંથી મળતો રહે. પરંતુ, આ રીતે બેન્ક બંધ થવાની વાતોથી અમે તો ખૂબ જ પરેશાન થઈ ગયા છીએ કે શું કરીશું.દ

પતિએ કેન્સર પેશન્ટ પત્ની માટે પૈસા રાખ્યા

મલાડમાં રાહેજા ટાઉન્શીપરહેતાં૬૮ વર્ષના બેન્કના અન્ય ખાતેદાર હર્ષદ શાહે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે'આ બેન્કની મલાડ-ઈસ્ટની બ્રાન્ચ ૩૦ વર્ષ પહેલા શરૃ થઈ હતી. આ શાખા ખોલાય એ દિવસથી મારું અકાઉન્ટ અને અમારી ઈમારતમાં અનેક લોકોના અકાઉન્ટ એમાં જ છે. રિક્ષાવાળાથી લઈને શાકભાજીવાળા સુધીના અકાઉન્ટ એમાં છે. અમારા બાળકોના રિકરી ડિપોઝીટ પણ અમે કરાવ્યા છે. અમારા ઘરની પાસે આ બ્રાન્ચ હોવાથી અમે બધાએ અહીં અકાઉન્ટ ઓપન કર્યું હતું. મારી પત્ની કેન્સર પેશન્ટ હોવાથીતેની સારવાર માટે અમે અકાઉન્ટમાં પૈસા રાખ્યા હતા. જેથી તરત જ તેનો ઉપયોગ કરી શકાય. પરંતુ, હવે બેન્કનું આવું થતાં અમે કેવી રીતે સારવાર પણ કરી શકીશું.

સોસાયટીના છ અકાઉન્ટ

મલાડમાં આવેલી વૃંદાવન સોસાયટીના છ અકાઉન્ટછે અમે કહેતાં સોસાયટીના ટ્રેઝરર ચિંતન તન્નાએ કહયું હતું કે 'અમારી સોસાયટીના વિવિધ છ અકાઉન્ટ બેન્કમાં આવેલાં છે. સોસાયટીની પાસે આવેલી શાખા હોવાથી અકાઉન્ટ ત્યાં જ ખોલાયા હતા. સોસાયટીના ૫૦ લાખ રૃપિયાથી વધુનો સોસાયટીનો ફંડ છે. અનેક ચેક ઈશુ કર્યા હોવાથી આગળ ઘણી સમસ્યા આવે એવી ચિંતા થઈ રહી છે.દ

બેન્કમાંથી આવતાં પૈસા પર જ ઘર ચાલે છે..

અંધેરીમાં રહેતાં કચ્છી દંપતીનું અકાઉન્ટ છેલ્લા અનેક વર્ષથી અહીં છે. તેમના કહેવા પ્રમાણે તેમની દીકરીના લગ્ન થયા હોવાથી તેઓ ભારતની બહાર રહે છે. ત્યારે બન્ને દંપતી બેન્કમાં મૂકેલા પૈસાથી મળતા વ્યાજ પર પોતાનું ઘર ચલાવે છે. 

ઘાટકોપરની બેન્કની બ્રાન્ચની બહાર એક સિનિયર સિટિઝન પોતાની બચતની મૂડીનું શું થશે એવું બેબાકળા બનીને પૂછતાં પૂછતાં રીતસર રડી પડયા હતા. જ્યારે એક ગુજરાતી ગૃહિણીને તો ચક્કર આવતા એટલે બેસાડીને પાણી પીરવાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ એક જ બેન્કમાં મારું ખાતું છે. ઘરખર્ચ માટે દર મહિને દસેક હજાર રૃપિયા ઉપાડતી હતી, પણ બેન્કના વ્યવહાર ઉપર છ મહિનાનો પ્રતિબંધ મૂકાતા હું ઘરખર્ચ ક્યાંથી કાઢીશ? 

એક  ખાતેદારે જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાય વર્ષોથી ન્યુ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેન્કમાં ખાતું છે. બેન્ક પર એટલો ભરોસો બેઠો હતો કે બીજી કોઈ બેન્કમાં ખાતું ખોલાવ્યું જ નહોતું. હવે બચતની મૂડીનું શું થશે એ જ સમજાતું નથી. જોકે જાણકારોનું કહેવું છે કે ખાતેદારોના પૈસાની સુરક્ષા માટે જ રિઝર્વ બેન્કે ન્યુ ઇન્ડિયા સામે પ્રતિબંધનું આકરું પગલું લીધું છે. એટલે થોડી ધરપત થઈ છે.

હજુ ગઈકાલે જ પૈસા જમા કર્યા હતા

એક ખાતેદારે કહ્યું હતું કે મેં બેન્કમાં ગઈકાલે જ પૈસા જમા કર્યા હતા. હવે એક જ દિવસમાં એવું તે શું થયું કે રાતોરાત બેન્ક બંધ કરી દેવાઈ છે. રિઝર્વ બેન્કે સ્હેજ પણ ઈશારો આપ્યો હોત , કોઈ પ્રકારની ચેતવણી આપી હોત તો હું ગઈકાલે પૈસા જમા કરાવત જ  નહિ.



Google NewsGoogle News