મેં ચીઠ્ઠી લખી કેજરીવાલને એકસાઇઝ નીતિથી દૂર રહેવાની સલાહ આપી હતી : અન્ના હઝારે
કર્મોનું ફળ ભોગવી રહ્યો છે'
એક સમયે દારૃના દૂષણ સામે મારી સાથે અવાજ ઉઠાવનાર કેજરીવાલ એકસાઇઝ નીતિ બનાવતા દુઃખ થયું હતું
મુંબઇ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ ધરપકડ કર્યા બાદ વરિષ્ઠ સમાજસેવક અને કેજરીવાલના ગુરૃ અન્ના હઝારેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કેજરીવાલ તેમના નર્મોનું ફળ ભોગવી રહ્યા છે. મેં તેમને એકસાઇઝ નીતિથી દૂર રહેવાની સલાહ આપી હતી પણ તેઓ મારું માન્યા નહોતા.
ભ્રષ્ટાચાર વિરોધી ચળવળમાં કેજરીવાલ સાથે ખૂબ જ નજીકથી કામ કરનાર અન્ના હઝારે એ જણાવ્યું હતું કે તેમમે કેજરીવાલ સાથે બે વાર પત્રવ્યવહાર કર્યો હતો અને તેમને દારૃબંધી સામેના તેમના સંયુક્ત પ્રયાસોની યાદ અપાવી હતી અને તેમને એકસાઇઝ નીતિના નિર્ણયોથી દૂર રહેવાની સલાહ આપી હતી. હઝારેએ પશ્ચિમ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાળેગણ સિદ્ધિથી પીટીઆઇને જણાવ્યું હતું કે તેઓ તેમના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે. જો તેઓએ કાંઇ ખોટું કર્યું ન હોત તો તેમની ધરપકડ કરવાનો કોઇ પ્રસ્ન જ ઉભો થાત નહીં.
એકસાઇઝ પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ગુરુવારે રાત્રે ઇડી દ્વારા કેજરીવાલની ધરપકડ બાદ અન્ના હઝારેનું ધ્યાન દારૃબંધી સંબંધિત તેમના કામ તરફ દોરવામાં આવતા ભ્રષ્ટાચાર વિરોધ લડતના ક્રુસેડર અન્નાએ કહ્યું હતું કે 'અમારુકામ આબકારી નીતિ બનાવવાનું નથી' નાનો બાળક પણ જાણે છે કે દારૃ ખરાબ વસ્તુ છે. મેં કેજરીવાલને (આભકારી નીતિ) મુદ્દાથી દૂર રહેવાની સલાહ આપી હતી તેમ છતાં તેઓ આ બાબતે આગળ વધ્યા હતા અને પોલિસી બનાવી હતી. આ બાબતે નિરાશા વ્યક્ત કરતા અન્નાએ જણાવ્યું હતું કે મને દુઃખ થયું કે કેજરીવાલ જેવો વ્યક્તિ જેણે એક સમયે મારી સાથે કામ કર્યું હતું અને દારૃના દૂષણ સામે અવાજ ઉઠાવ્યો હતો તે હવે એકસાઇઝ જાતિ બનાવી રહ્યો છે. પીઢ સામાજિક કાર્યકર્તા અન્નાએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રીને એવો વિચાર આવ્યોહતો કે તે એકસાઇઝ નીતિ ઘડીને વદુ કમાણી કરી શકશે અને તેથી તેણે આ પોલિસી બનાવી હતી.