હોટલમાં બોમ્બ ધડાકાના અવાજ સાંભળી ઉંઘ ઊડીઃ નુસરત

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
હોટલમાં બોમ્બ ધડાકાના અવાજ સાંભળી ઉંઘ ઊડીઃ નુસરત 1 - image


નુસરતે ઈઝરાયેલના અનુભવ વર્ણવ્યા

હોટલને બેઝમેન્ટમાં આશરો લીધો , ભારતીય એમ્બેસીએ અણીના સમયે મદદ કરી

મુંબઇ :  ઇઝરાયલ અને હમાસના યુદ્ધનો કડવો અને દુઃખદ અનુભવ બોલીવૂડની અભિનેત્રી નુસરત ભરૃચાને થયો છે. તેણે આ પીડાની વ્યથા  સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અભિનેત્રીએ કહ્યુ ંહતું કે, તે તેના જીવનના આ ૩૬ કલાક કદી ભૂલી શકે એમ નથી.  અભિનેત્રી ઇઝરાયલમાં પોતાની ફિલ્મ 'અકેલી' ના સ્ક્રીનિંગ માટે ગઇ હતી. 

નુસરત ભરૃચાએ  જણાવ્યું હતું કે , અમે ઇઝરાયલમાં આંતરાષ્ટ્રીય ફિલ્મમહોત્સવનો હિસ્સો બનવા ગયા હતા મારી સાથે મારી ફિલ્મ 'અકેલી'ના નિર્માતા પણ હતા. 

અભિનેત્રીએ વધુમાં કહ્યુ ંહતું કે, શનિવારની સવારે અમે એકાએક બોમ્બના  વિસ્ફોટના અવાજો સાંભળી ઊંઘમાથી જાગી ગયા હતા.એક પછી એક સાયરનો વાગવી શરુ થથાં  અમે બહુ ડરી ગયા હતા. અમને બધાને હોટલના  બેઝમેન્ટમાં આશ્રય આપવામાં આવ્યો હતો. અમે બહુ રાહ જોયા પછી ત્યાંથી નીકળ્યા ત્યારે અમને જાણ થઇ હતી કે ઇઝરાયલ પર હુમલો થઇ રહ્યો છે. 

નુસરતે એમ પણ કહ્યું હતું કે, અમને તરત જ સમજાઇ ગયુ ંહતું કે વિમાનમથકે પહોંચવાનું મુશ્કેલ રહેવનાનું છે. તેમ છતાં અમે મદદ માટે હતાશા સાથે ફોન કરવાનું શરૃ કરી દીધું હતું. તેણે ભારતીય એમ્બેસીએ અણીના સમયે મદદ કરતાં પોતે સ્વદેશ પાછી ફરી શકી હોવાનું જણાવી સૌનો આભાર માન્યો હતો.



Google NewsGoogle News