Get The App

કપિલના શો સાથે મારે કોઈ લેવાદ દેવા નથીઃ સલમાનની સ્પષ્ટતા

Updated: Nov 14th, 2024


Google News
Google News
કપિલના શો સાથે મારે કોઈ લેવાદ દેવા નથીઃ  સલમાનની સ્પષ્ટતા 1 - image


શોમાં રવિન્દ્રનાથ ટાગોરનાં અપમાન વિશે વિવાદ

બંગાળનાં સંગઠનોએ સલમાનને પણ નોટિસ ફટકારતાં તેની કંપની દ્વારા સ્પષ્ટતા

મુંબઇ :   કપિલ શર્માના 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'માં રવીન્દ્રનાથ ટાગોરનો અનાદર થવાના આરોપ સાથે  કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. આ શો સાથે સલમાન ખાન પણ જોડાયેલો   હોવાનું ગણીને  તેને પણ કાયદાકીય નોટીસ પાઠવવામાં આવી છે. આ સંદર્ભમાં સલમાને સ્પષ્ટતા કરી છે કે તેને આ શો સાથે કોઈ લેવાદેવા નથી. 

બંગો ભાષી મહાસભા ફાઉન્ડેશન દ્વારા અપાયેલી કાયદેસરની નોટીસમાં દાવોકરવામાં ાવ્યો છે કે, 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો 'દ્વારા નોબેલ પુરસ્કાર વિજેતા  રવિન્દ્રનાથ  ટાગોરનું અપમાન કરવામાં આવ્યું છે અને સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. 

સલમાન ખાનની કંપની એસકે ટીવીને પણ આ નોટિસ મળતાં તેમના તરફથી સ્પષ્ટતા કરાઈ હતી કે આ શો સાથે તેમની કંપની કોઈ રીતે સંકળાયેલી નથી. આ શોનાં  કન્ટેન્ટ સાથે અમારે કોઈ લેવાદેવા નથી.


Tags :
KapilshowSalman

Google News
Google News