દહિસરમાં બસ સાથે કાર ટકરાતાં પતિ, પત્નીનું મોત, પુત્ર ઘાયલ
ઘર પાસે જ અકસ્માત સર્જાયોઃ બસ ચાલકની ધરપકડ
પરિવાર બોરિવલીથી દહિસર જતો હતો ત્યારે આનંદનગર ફલાયઓવર પર બસ ચાલકે અચાનક ટર્ન લેતાં અકસ્માત
મુંબઇ : દહિસરમાં આજે બપોરે કાર અને બસ ટકરાતા થયેલા ગમ્ખવાર અકસ્માતમાં પતિ, પત્નીએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે તેમની પુત્રને ગંભીર ઈજા થઈ હતી. પોલીસે આ મામલામાં કેસ નોંધી બસના ડ્રાઇવરની ધરપકડ કરી છે.
હિસર પોલીસે જણાવ્યું હતું કે આ ંપતીનો પુત્ર રોહન બંગેશ (ઉં. વ. ૨૫) કાર ચલાવતો હતો. જ્યારે તેના પિતા શિવહરે (ઉં. વ. ૫૫) અને માતા શોભા (ઉં. વ. ૫૦) પાછળની સીટ પર બેઠેલા હતા. આ પરિવાર બોરીવલીથી હિસર તરફ જઈ રહ્યો હતો. ત્યારે હિસરના આનં નગર પાસે ફ્લાયઓવર બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 'ખાનગી બસ ચાલકે સંકેત આપ્યા વિના અચાનક ડાબી તરફ ટર્ન લીધો હતો. જેના લીધે રોહને કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. આમ બસની કાર સાથે અથડામણ થઈ હતી. અકસ્માતમાં દંપતી અને પુત્રને ઇજા થતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે પતિ, પત્નીને મૃત જાહેર કર્યા હતા.
આ દુર્ઘટના બાદ આરોપી બસ ડ્રાઇવર રાહુલ વિશ્વકર્માને પકડવામાં આવ્યો છે. અકસ્માત વખતે તે દારૃના નશામાં નહોતો.
હિસર (પૂર્વ)માં કાં રપાડામાં રહેતો આ પરિવાર તેમના નિવાસ સ્થાન નજીક જ અકસ્માતનો ભોગ બન્યા હતા.
પોલીસે ડ્રાઇવર સામે કલમ ૩૦૪(એ) હેઠળ કેસ નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.