પતિ ગળે ફાંસો ખાઈ રહ્યો હતો અને પત્ની વીડિયો બનાવતી રહી, થાણેનો હચમચાવતો કિસ્સો
- થાણેની મહિલા સામે દુષ્પ્રેરણાનો કેસ
- થાણેના વાગલે એસ્ટેટમાં વારંવાર ઝઘડાથી ત્રાસી 29 વર્ષીય પતિએ ગળે ફાંસો ખાધો
Thane News | થાણેમાં પતિને આત્મહત્યા માટે કથિત રીતે પ્રેરિત કરવા અને તેને રોકવાને બદલે વીડિયો રેકોર્ડ કરવા બદલ પોલીસે પત્ની સામે કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ રવિવારે જણાવ્યુ ંહતું.
થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 20 નવેમ્બરની રાતે 29 વર્ષીય પતિએ ઘરમાં સીલિંગ ફેન સાથે લટકીને જીવન ટૂંકાવી લીધું હતું. પત્નીએ પતિને આત્મહત્યા કરતા રોકવાને બદલે મોબાઇલ ફોનમાં આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો.
આ બનાવની જાણ થયા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધો હતો.
પોલીસે મૃતકની માતાની ફરિયાદને આધારે તેની પત્ની વિરૃદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 108 હેઠળ કેસ નોંધ્યો હતો. આ કેસમાં તપાસ ચાલી રહી છે, એમ પોલીસે વધુમાં કહ્યું હતું.