ઈઝરાયેલમાં ફસાયેલાં પત્ની અને પુત્રને પાછા લાવવા પતિની ગુહાર

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલમાં  ફસાયેલાં પત્ની અને પુત્રને પાછા લાવવા પતિની ગુહાર 1 - image


નાગપુરના રહેવાસીએ સરકારને વિનંતી કરી

પત્ની પાસે ઈઝરાયેલી પાસપોર્ટ હોવાથી ઓપરેશન અજય હેઠળ તેને ભારત પાછા આવવાની મનાઈ

મુંબઈ :  ઈઝરાયેલમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે નાગપુરના રહેવાસી અંકુશ જયસ્વાલે ભારત સરકારને ઈઝરાયેલી પાસપોર્ટ ધરાવતી પોતાની પત્ની અને તેમના સાડા ત્રણ વર્ષના પુત્રને સ્વદેશ પાછા લાવવામાં મદદ કરવાની અપીલ કરી છે. જાન્યુઆરીમાં  તેઓ ઈઝરાયેલમાં ગયા હતા. જોકે, ગત ે સાતમી  ઓક્ટોબરના હમાસના હુમલા પછીની લડાઈમાં તેલ અવીવની પૂર્વે આવેલા નેઈ બ્રેકમાં અટવાઈ ગયા હતા. 

જયસ્વાલે જણાવ્યું હતું ભારત સરકારે ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે ઓપરેશન અજય હાથ ધર્યું હતું પરંતુ તેમની પત્ની પાસે ઈઝરાયેલી પાસપોર્ટ હોવાથી પત્નીને ત્યાંથી પાછા આવવાની મંજૂરી મળી ન હતી.  ઈઝરાયેલની નીતિથી વિરુદ્ધ ભારતમાં બેવડા નાગરિકત્વને માન્યતા ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું તેણે જણાવ્યું.

ઈઝરાયેલમાં ભારતીય દૂતાલય અને ઓપરેશન અજય  પ્રશાસન બંનેને લગ્નનું પ્રમાણપત્ર, તેમના બાળકના દસ્તાવેજો અને જયસ્વાલના પાસપોર્ટની વિગતો આપવા  સહિતના પત્નીના પ્રયાસો છતાં તેને જણાવવામાં આવ્યું કે પાછા ફરવા માટે તેની સાથે ભારતીય પાસપોર્ટ ધરાવતી કોઈ વ્યક્તિ હોવી જરૃરી છે.

ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પોતાના પરિવારની સુરક્ષા વિશે ચિંતિત થયેલા જયસ્વાલે પ્રશાસનને તેમને ભારત સુરક્ષિત પાછા લાવવામાં મદદ કરવાની વિનંતી કરી છે.



Google NewsGoogle News