Get The App

હૃતિક રોશનનું હજુ પણ કંગના માટેનું વળગણ યથાવત

Updated: Nov 14th, 2023


Google NewsGoogle News
હૃતિક રોશનનું હજુ પણ કંગના માટેનું વળગણ યથાવત 1 - image


હૃતિકની સોશિયલ મીડિયા પોસ્ટસ પરથી અટકળો 

મુંબઇ :  ઋતિક રોશન સુઝાન ખાનથી છુટાછેડા લીધા પછી  અભિનેત્રી અને સિંગર સબા આદાઝને ડેટ કરી રહ્યો છે. પરંતુ હાલ તે પોતાની ભૂતપૂર્વપ્રેમિકા કંગના રનૌતને લઇને ચર્ચામાં છે, તેમજ સોશયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે. નેટ યુઝર્સની માન્યતા મુજબ હૃતિક હજુ પણ કંગનાને સોશિયલ મીડિયા પર ફોલો કરી રહ્યો છે અને તેના જેવી જ પોસ્ટસ મૂકી રહ્યો છે. 

હૃતિક અને કંગનાની કેટલીક પોસ્ટસમાં સામ્ય જોવા મળ્યું છે. પારિવારિક પ્રસંગ, પિકનિક કે પછી કોઈ ધાર્મિક બાબતને લગતી પોસ્ટસમાં પણ હૃતિક કંગનાને અનુસરી રહ્યો હોવાનું તારણ સામે આવ્યું છે. 

નેટ યૂઝર્સનું   કહેવું છેકે, ઋતિક પોતાની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ કંગનાને ભૂલ્યો નથી અને તેને સોશયલ મીડિયા પર ફોલો કરી રહ્યો છે. વાસ્તવમાં સોશયલ મીડિયા પર ઋતિક ેની એક એવી પોસ્ટ વાયરલ થઇ રહી છે, જેમાં તે કંગનાને અનુસરીરહ્યો છે. ે લોકોનો રિસપોન્સ મેળવવા માટે તે કંગનાને ફોલો કરી રહ્યો  છે એવી ટીકા થઈ રહી છે. 

સોશયલ મીડિયાના યુઝર્સોએ એવા ઘણા સ્ક્રીનશોટ્સ શેર કર્યા છે, જેમાં અભિનેતા ધાર્મિક રીતરિવાજો ને અનુસરતો  અને પરિવાર સાથે પાઠ-પૂજા કરતો જોવા મળી રહ્યો છે. જેને લઇને લોકોનું કહેવું છે કે, કંગના જે  રીતે ધર્મ સાથે જોડાયેલી રહેતી હોય છે અને ફેન્સ સાથેે તહેવારો પર તસવીરો શેર કરતી હોય છે તે રીતે ઋતિક પણ થોડા સમયથી કરી રહ્યો છે. 

કંગના અને હૃતિક વચ્ચે અફેર હોવાનું ચર્ચાતું હતું. જોકે, બાદમાં બંને વચ્ચે ઘણી કડવાશ પ્રસરી હતી. બંનેએ એકબીજા સામે કાનૂની કાર્યવાહી પણ હાથ ધરી હતી.



Google NewsGoogle News