Get The App

નાતાલ-નવાં વર્ષે હોટલો પરોઢના 5 સુધી ચાલુ રહી શકશે

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
નાતાલ-નવાં વર્ષે હોટલો પરોઢના 5 સુધી ચાલુ રહી શકશે 1 - image


આખી રાત પાર્ટી કરવાની છૂટ

હોટલ -રેસ્ટોરાં એસોસિએશનની માગણીનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર

મુંબઈ :  ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પાર્ટી કરનારાને ખુશ કરતા રાજ્યના ગૃહ વિભાગે હોટલો, પરમિટ રૃમ અને ક્લબને ક્રિસમસ અને નવા વર્ષની પાર્ટીઓ બીજા દિવસે સવારે પાંચ કલાક સુધી કરવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ સમયમાં છૂટછાટ ૨૪, ૨૫ અને ૩૧ ડિસેમ્બરે લાગુ પડશે. સામાન્ય દિવસોમાં આવી હોટલો અને પરમિટ રૃમને સવારે ૧.૩૦ કલાક સુધી ચાલુ રહેવાની છૂટ હોય છે.

હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોશિયેશન વેસ્ટર્ન ઈન્ડિયા (એચઆરએડબ્લ્યુઆઈ) હેઠળની સ્ટાર હોટલો અને પ્રીમિયમ રેસ્ટોરન્ટના માલિકોએ મુખ્ય સચિવ, ગૃહ વિભાગ, ડાયરેક્ટર જનરલ પોલીસ અને મુંબઈ પોલીસ કમિશનર સમક્ષ આ બાબતે રજૂઆત કરી હતી.

હોસ્પિટાલિટી ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતા એસોસિયેશને પ્રશાસનને ખાતરી આપી છે કે તેના સભ્યો મહેમાનોની સલામતિ માટે સુરક્ષાના ચુસ્ત પગલા લેશે અને નિયમોનું પાલન કરશે. એસોસિયેશને જણાવ્યું કે રેસ્ટોરન્ટ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીનો અભિન્ન હિસ્સો છે. આ સીઝનમાં મોડી રાત્રે ઉજવણી કરવા શહેરો અને નગરોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આથી સમયમાં છૂટછાટ મળવાથી રેસ્ટોરન્ટ અને હોટલોને તેમના પેકેજો અને કાર્યક્રમો ઘડવાની તક મળશે.



Google NewsGoogle News