પાલઘરમાં ભયાનક માર્ગ અકસ્માત, એક 14 વર્ષીય કિશોરનું મોત અને એક વ્યક્તિ ઘાયલ
પાલઘર - મનોર માર્ગ પર વાઘોબા વિભાગમાં થયો અકસ્માત
મુંબઈ- અમદાવાદ હાઈવે પર ઝડપી ગતિએ આવતો ટ્રક પલટી જતા ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાણો હતો
મુંબઈ: પાલઘરમાં મુંબઈ- અમદાવાદ હાઈવે પર આજે એક ઝડપી ગતિથી ચાલ્યોઆવતો ટ્રક પલટી મારી જતા ટેમ્પો સાથે અથડાઈ પડયો હતો અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ૧૪ વર્ષીય કિશોરનું મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યકિત ઘાયલ થયો હતો, એમ એક અધિકારીએ કહ્યું હતું.
પાલઘરમાં મુંબઈ- અમદાવાદ હાઈવે પર આજે સવારે ૧૦.૩૦ વાગ્યે પાલઘર- મનોર માર્ગ પર વાઘોબા વિભાગમાં આ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, એક ઝડપી ગતિએ આવતો ટ્રક અચાનક તેનું સંતુલન ગુમવતા પલટાઈ ગયો હતો અને સામેથી આવતા એક ટેમ્પો સાથે અથડાઈ ગયો હતો. આ દરમિયાન ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા એક ૧૪ વર્ષીય કિશોરનું મૃત્યું થયું હતું અને ટેમ્પો ચાલક પણ ઘાયલ થયો હતો.
આ અકસ્માતમાં ટ્રક્ ટેમ્પો સાથે અથડાતા. ટેમ્પોનું ખુબ નુકસાન થયું હતું. આ ઘટના બન્યા બાદ માહિતી મળતા ફાયર વિભાગના કર્મચારીઓ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પ્રાથમિક બચાવ કામગીરી શરુ કરી દીધી હતી.
ફાયર વિભાગે બચાવ કામગીરી કરતા ટેમ્પોમાંથી કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. તેમજ ઘાયલ થયેલા ટેમ્પો ચાલકને પણ બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
આ અકસ્માતને કારણે પાલઘર મનોર માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેના કારણે ચાર કલાકથી વધુ સમય સુધી આ માર્ગ પર ટ્રાફિક જામ સર્જોયો હતો. હાલ આ મામલે પોલીસ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ કરી રહી છે.