નવી મુંબઈમાં સિડકો તરફથી લગભગ અડધી કિંમતે ઘરો વેંચાશે
- 'મ્હાડા'ની સસ્તા ઘરોની યોજનાની જેમ
- જૂની ઈમારતોના પુનર્વિકાસની શરૂઆત, પહેલા પ્લાનમાં 3 માળના મકાનો તોડી 14 માળના ટાવર બનશે
સિડકોએ નવી મુંબઈમાં અનેક નોડમાં મકાનો બાંધ્યા હતા. ૩૨- ૪૦ વર્ષ વિતવાથી આ મકાનો ખૂબ ખરાબ હાલતમાં છે. આ મકાનોના પુનર્વિકાસનો મુદ્દો કેટલાય વખતથી ચર્ચાતો હતો. ઘણાં વખત પછી હવે આ મકાનોના રિડેવલપમેન્ટનું મુહૂર્ત નીકળ્યું છે.
સિડકોના પહેલાં રિડેવલપમેન્ટ પ્લાન હેઠળ પનવેલના ખાંદા કોલોનીમાં ત્રણ માળના મકાનો પાડીને તેની જગ્યાએ ૧૪ માળના પાંચ ટાવરો બાંધવામાં આવશે. આ યોજનામાં ૧૯૨ ફલેટધારકોને વધુ મોટા ફલેટ મળશે અને ૪૯૦ નવા ઘરો બંધાશે. આ નવા ઘરો વ્યાજબી ભાવે મધ્યમ વર્ગના લોકો ખરીદી શકશે. આ કોલોનીમાં ૪૯ દુકાનો પણ બાંધવામાં આવશે.
પનવેલ મહાપાલિકા ક્ષેત્રમાં આવતા ન્યૂ પનવેલ, કળંબોલી, ખાંદા કોલોનીના સિડકો નોડમાં આવા અનેક બિલ્ડિંગો રિડેવલપમેન્ટની પ્રતીક્ષાઓ છે. મોટી સંખ્યામાં મકાનોનો પુનર્વિકાસની પ્રતીક્ષામાં છે. આ મકાનોના રિડેવલપમેન્ટને લીધે મધ્યમ વર્ગ માટે હજી વધુ સંખ્યામાં ઘરો ઉપલબ્ધ થશે.
બીજી તરફ નવી મુંબઈમાં લોકો સિડકોએ બાંધેલા ઘરો ખરીદવા માટે ઉત્સુક નથી એ પણ હકીકત છે. એટલે જ ત્રણ હારથી વધુ ફલેટો વેંચાણ વગર પડયા છે. સિડકોએ લોકોને આકર્ષવા હોર્ડિંગ્સ પર જાહેરાત કરવાની નોબત આવી છે.