હેવી ગુડ્સ વ્હિકલનું લાયસન્સ ધરાવનાર લાઈટ મોટર વ્હિકલ ચલાવી શકેઃ હાઈકોર્ટ

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
હેવી ગુડ્સ વ્હિકલનું લાયસન્સ ધરાવનાર લાઈટ મોટર  વ્હિકલ  ચલાવી શકેઃ હાઈકોર્ટ 1 - image


મોટર વ્હિકલ એકટને ટાંકીને હાઈ કોર્ટનો આદેશ

વીમા કંપનીની તરફેણમાં ટ્રિબ્યુનલના ચુકાદાને હાઈકોર્ટ દ્વારા રદ કરાયો

મુંબઈ :  બોમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં ઠેરવ્યું છે કે હેવી ગુડ્સ વ્હિકલ (એચજીવી) ચલાવવાનું લાયસન્સ હોવાથી વ્યક્તિ લાઈટ મોટર વ્હિકલ (એલએમવી) ચલાવવા માટે અપાત્ર બની જતી નથી કેમ કે મોટર વ્હિકલ્સ એક્ટની કલમ સાત અનુસાર એચજીવી લાયસન્સની પૂર્વ શરત એલએમવી લાયસન્સને ઓછામાં ઓછા એક વર્ષ થયા હોવા જોઈએ.

મોટર એકિસડેન્ટમાં વીમા કંપનીને જવાબદાર ઠેરવવાનું મોટર એકિસડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે ઈનકાર કરતા ચુકાદાને ન્યા.દીગેે રદબાતલ કર્યો હતો. ચુકાદામાં કારણ જણાવ્યું હતું કે ગુનામાં સંકળાયેલું વાહન એલએમવી હતું પણ ડ્રાઈવર પાસે એચજીવીનું લાયસન્સ હતું.

આથી એચજીવી ચલાવવાનું લાયસન્સ હોય અને એલએમવી ચલાવતા હોઈએ તો એમ કહી શકાય નહીં કે ડ્રાઈવર એલઅમેવી ચલાવવાને પાત્ર નથી, એમ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું. કોર્ટે મોટરસાઈકલ સાથેના અકસ્માતના ગુનામાં સંકળાયેલી કારના માલિકે ટ્રિબ્યુનલના આદેશ સામે કરેલી અપીલને માન્ય કરી હતી. 

ટ્રિબ્યુનલે આદેશમાં ટાંક્યું હતું કે ડ્રાીવર પાસે એલએમવી ચલાવવાનું લાયસન્સ નહોવાથી વીમા કંપનીના નિયમનો ભંગ થયો છે. આથી વીમા કંપની જવાબદાર બનતી નથી. વીમા કંપનીને દાવેદારને વળતર આપીને માલિક પાસેથી વસૂલવાનો નિર્દેશ આપ્યો હતો.



Google NewsGoogle News