ભિવંડીમાં હિટ એન્ડ રન : બાઈકની ટક્કરે 3 વર્ષના બાળકનું મોતે
પોતાનાં ઘર પાસે રમતા બાળક પર બાઈક ધસી આવી
બાળકને ટક્કર માર્યા બાદ બાઈક સમેત તેના પર પટકાયો, મદદ કરવાને બદલે ફરાર
મુંબઈ : ભિવંડીમાં ઘરની નજીક રમતા ત્રણ વર્ષના બાળકને અડફેટમાં લઇ બાઇક ચાલક નાસી ગયો હતો. આ માસૂમ પર આરોપીની બાઇક પર પડી ગઇ હતી. પોલીસે કેસ નોંધી આરોપીને પકડવા વધુ તપાસ આદરી છે.
મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં હિટ એન્ડ રનની ઘટના સતત વધી રહી છે. ભિવંડીના કોપર ખાતે ઘરની નજીક આવેલા શિવ મંદિર પાસે ત્રણ વર્ષીય ફૈયાન અબ્દુલ મન્નાન તેના ભાઇ સાથે રમી રહ્યો હતો. ત્યારે બપોરે ૩.૩૦ વાગ્યે આરોપીએ સ્પીડમાં બાઇક દોડાવીને ફૈયાનને ટક્કર મારી હતી. પછી સંતુલન ગુમાવતા તે બાઇક સાથે ફૈયાન પર પડી ગયો હતો. ત્યાર બાદ બાળકને મદદ કરવાને બદલે ઘટનાસ્થળેથી નાસી ગયો હતો, એમ નારપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
અકસ્માતના ગંભીરપણે જખમી થયેલા છોકરાનું જગ્યા પર મૃત્યુ થયું હતું તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૬, ૨૮૧, મોટરવીકલ એક્ટ હેઠળ એફઆઇઆર નોંધી હતી. અધિકારીને જણાવ્યું હતું કે મોટર સાઇકલ ચાલકને શોધવાના પ્રયાસ ચાલું છે.