મનોજ જરાંગેને મુંબઈ પ્રવેશતાં અટકાવવા હાઈકોર્ટનો ઈનકાર
મરાઠા આરક્ષણને મુદ્દે લાખો કાર્યકરો સાથે મુંબઈ કૂચ
રસ્તા અને ટ્રાફિક જામ થાય નહીં તેની તકેદારી લેવા સરકારને નિર્દેશઃ જરાંગેને નોટિસ જારી કરીને ૧૪ ફેબુ્રઆરી પરસુનાવણી
મુંબઈ : મરાઠા આરક્ષણ માટે ચળવળ ચલાવનારા મનોજ જરાંગે પાટીલના મુંબઈમાં અનધિકૃત આંદોલનના વિરોધમાં એડવોકેટ ગુણરત્ન સદાવર્તેએ કરેલી અરજી પર બોમ્બે હાઈ કોર્ટે જરાંગે પાટિલને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.સાથે જ જરાંગેને મુંબઈ પ્રવેશવાથી અટકાવવાનો તાત્કાલિક કોઈ આદેશ આપ્યો નથી.
જરાંગે પાટીલ સાથી મરાઠા કાર્યકર્તાઓ સાથે મુંબઈ તરફ કૂચ કરી રહ્યા છે. હાઈ કોર્ટે સદાવર્તેની અરજીની સુનાવણી કરી હતી. કોર્ટે આંદોલન હાથ ધરવાની સરકારની પદ્ધતિની ટીકા કરી હતી અટેલું જ નહીં પણ જરાંગેને નોટિસ પણ મોકલી છે. આઝાદ મેદાન પોલીસ મારફત નોટિસ બજાવવાનું જણાવાયું છે અને આઝાદ મેદાનમાં પાંચ હજારથી વધુ લોકો આવી શકતા નથી એની જાણ કરવાનું પણ કોર્ટે આદેશમાં જણાવ્યું છે.
જરાંગે પાટિલ કોર્ટમાં હાજર નહોવાથી તેના વિરુદ્ધ કોર્ટ આદેશ આપી શકે નહીં, એમ નોંધીને કોર્ટે સરકારે રસ્તા બ્લોક થાય નહીં તેની તકેદારી લેવી. સાર્વજનિક ટ્રાફિક વ્યવસ્થા બગડે નહીં તેની પણ જવાબદારી લેવી, એવો નિર્દેશ સરકારને કોર્ટે આપ્યો છે. જવાબમાં જરાંગેએ જણાવ્યું હતું કે કોર્ટમાં અમારા વકિલ રજૂઆત કરશે અને અમને વિશ્વાસ છે કે ન્યાય થશે.
સદાવર્તેએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંક્યો હતો. જેમાં મરાઠા સમાજને પછાત ગણવાનો ઈનકાર કરાયો હતો અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો કાયદા સમયાન હોય છે. યોગ્ય અરજી વિના મોરચો આગળ વધી શકે નહીં. કાયદો સર્વોપરી છે જરાંગે તેના ઉપરવટ નથી. પરવાનગી વિના મુંબઈમાં આવવાની કાયદાકીય યોગ્યતા નથી અને પોલીસ કાર્યવાહી જરૃરી છે. આની જવાબદારી આઝાદ મેદાન પોલીસ, ડીસીપી મુંડે અને જિરેક્ટર જનરલ ઓફ પોલીસની છે.
ગાડી, ટ્રેક્ટર, બળદગાડા સાથે લાખોની સંખ્યામાં લોકોે મુંબઈ તરફ આવી રહ્યા છે. જો પરવાનગી અપાશે તો અમે તેને પડકારીશું. પરવાનગી વિના આ બધું ચાલી રહ્યું છે.