Get The App

ડેવલપર સામેનો 757 કરોડની ઠગાઈનો કેસ રદ કરવાનો હાઈકોર્ટનો ઈનકાર

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
ડેવલપર  સામેનો  757 કરોડની ઠગાઈનો કેસ રદ કરવાનો હાઈકોર્ટનો ઈનકાર 1 - image


કિશોર અવરસેકર અને તેમના પરિવારને રાહતનો ઈનકાર

યુનિટી ઈન્ફ્રા પ્રોજેક્ટસ માટે લોનના નામે સ્ટેટ બેન્ક સાથે ઠગાઈનો આરોપઃબેન્ક ખાતું બોગસ હોવાનો આદેશ રદ થવાંથી કેસ રદ થઈ શકે નહીં

મુંબઈ : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) સાથે  બોગસ સોદા મારફત રૃ. ૭૫૭.૮૭ કરોડની ઠગાઈના કેસમાં ડેવલપર કિશોર અવરસેકર અને તેમના પરિવાર સામે સીબીઆઈએ શરૃ કરેલી ફોજદારી કાર્યવાહી રદ કરવાનો બોમ્બે હાઈ કોર્ટે ઈનકાર કર્યો છે.

સીબીઆઈએ સપ્ટેમ્બર ૨૦૨૩માં અવરસેકર, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યુનિટી ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ, તેમની પત્ની અને બે પુત્રો સામેે કેસ નોંધ્યો હતો. તમામ લોકો કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર હતા.

અવરસેકર્સ અને કંપનીએ બેન્ક પાસેથી લોન લીધી હતી. એજન્સીના આરોપ અનુસાર તેમણે બેન્ક સાથે બોગસ લેટર ઓફ ક્રેડિટર (એસસી) અને અન્ય કથિત ગેરરીતિથી  રૃ. ૭૫૭.૮૭ કરોડની લોન લઈને ઠગાઈ કરી હતી. નવ નવેમ્બર ,૨૦૧૯ના રોજ બોન્કે કેસ નોંધાવ્યા બાદ આરબીઆઈએ જારી કરેલા માસ્ટર સર્ક્યુલર ને પગલે યુનિટી ઈન્ફ્રાપ્રોજેક્ટ્સના ખાતા બોગસ જાહેર કરાયા હતા.

ગયા વર્ષે અવરસેકરે હાઈ કોર્ટમાં બેન્કના આદેશને પડકાર્યો હતો. કોર્ટે આદેશને રદ કર્યો હતો. ત્યાર બાદ ડેવલપરે હાઈ કોર્ટમાં એફઆઈઆર રદ કરવાનો નિર્દેશ ઈચ્છતી અરજી કરી હતી. હાઈ કોર્ટે જોકે અરજી નકારીને નોંધ્યું હતું કે સુપ્રીમ કોર્ટે અનેક કેસોમાં નોંધ્યું છે તેમ બેન્ક ખાતાં બોગસ હોવાનું રદ થાય તો પણ અલાયદી ફોજદારી કાર્યવાહી ચાલુ  રહે છે.  ખાતું બોગસ હોવાનો આદેશ રદ થતાં એફઆઈઆર રદ કરી શકાય નહીં, એમ કોર્ટે આદેશમાં નોઁધ્યું હતું.



Google NewsGoogle News