Get The App

પરવાના સસ્પેન્ડ કરવા સામે બારમાલિકોને રાહત આપવાનો હાઈકોર્ટનો ઈનકાર

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
પરવાના સસ્પેન્ડ કરવા સામે  બારમાલિકોને રાહત આપવાનો હાઈકોર્ટનો ઈનકાર 1 - image


પુણે પોર્શે અકસ્માત બાદ કાર્યવાહી સામે બાર માલિકોની અરજી

ઠાકરે પરિવારના માધવી બિંદુમાધવ ઠાકરે સહિતના બાર માલિકોની અરજી : જોકે, પહેલાં એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ સામે દાદ માગવા આદેશ

મુંબઈ :  પુણેમાં સગીરને સંડોવતા પોર્શે કાર અકસ્માતના કેસ બાદ મુંબઈ સિટી કલેક્ટર  દ્વારા ૨૭ મેના રોજ વિદેશી દારુના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી સામે રેસ્ટોરાં અને બાર માલિકોને રાહત આપવાનો બોમ્બે હાઈ કાર્ટે ઈનકાર કર્યો છે. બારમાલિકોએ આ કાર્યવાહી ગેરકાયદેસર તથા વધારે પડતી આકરી છે તેમ જણાવી દાદ માગી હતી.

ઠાકરે પરિવારના બિંદૂમાધવ ઠાકરેએ શરૃ કરેલા બાર ડ્રમબીટની માલિકી ધરાવતા માધવી બિંદૂમાધવ ઠાકરે તથા મુંબઈના ગુડલક બાર એન્ડ રેસ્ટોરાંના દીપક ત્યાગી સહિત કુલ પાંચ  બારમાલિકોએ અરજી કરી હતી. તેમના વકિલે જણાવ્યા અનુસાર મુંબઈ કલેક્ટર પુણેમાં સગીર દ્વારા કાર અકસ્માતમાં બે દુર્ભાગ્યવશ મૃત્યુ થયા બાદ  મુંબઈ કલેક્ટરે કાર્યવાહી ચાલુ કરી છે.  તેમની ફરિયાદ છે કે  એક્સાઈસ ડિપાર્ટમેન્ટ દ્વારા ખોટા અને નજીવા કારણોસર લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થઈ રહી છે. આથી સસ્પેન્સન આદેશ રદ કરીને વચગાળાની રાહત આપવાની દાદ માગવામાં આવી છે.  

રેસ્ટોરાં  પચ્ચીસ જણનો સ્ટાફ ધરાવે ે છે અને લાયસન્સ સસ્પેન્શન થતાં૧૦ જૂન સુધી રેસ્ટોરાં બંધ રહેશે અને આને લીધેે તેમના પગાર પર અસર થશે. વધુમાં કાર્યવાહી કરવા પહેલાં કોઈ નોટિસ કે ખુલાસો મગાયા નહોવાથી કુદરતી ન્યાય પ્રક્રિયાનો ભંગ થયો છે, એમ પણ ત્યાગીની અરજીમાં જણાવાયું હતું.

આ અરજીને પગલે હાઈ કોર્ટે રાજ્ય  સરકારને ભૂમિકા સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. આ અનુસાર સરકરે હાઈકોર્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે અરજદારોને અમે સાત અને દસ જૂને પોતાની બાજૂ રજૂ કરવા સુનાવણી આપી છે. એ પહેલાં જ તેમણે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.આથી એક સાથે બે મંચ પર દાદ માગી શકાય નહીં. આ વાત માન્ય કરીને હાઈ કોર્ટે અરજદારને પહેલાં રાજ્ય એક્સાઈ ઝ ડપાર્ટમેન્ટ પાસે દાદ માગવાનો નિર્દેશ આપીને અરજીનો તાત્પુરતો નિકાલ કર્યો હતો. તેમ જ તમારી હોટલોમાં શુંુ ચાલે છે એની પણ અમને જાણકારી છે. આથી અહીં કોઈએ શાણપણ બતાવવાની જરૃર નથી, એમ હાઈ કોર્ટે અરજદારોના કાન આમળ્યા હતા.

પુણેમાં અકસ્માતની ઘટના બની ત્યારથી અમને કોઈ નોટિસ આપ્યા વિના પરોઢિયા સુધી ચાલી રહેલા બાર અને રેસ્ટોરાંના પરવાના સસ્પેન્ડક રવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કયાંય કાંઈ પણ થાય તો અમને બલીનો બકરો બનાવવામાં આવે છે, એવો દાવો અરજદારો વતી વકિલે હાઈકોર્ટમાં કર્યો હતો.

૨૭મેથી ૩૧ મે દરમ્યાન કાર્યવાહી કરવામાં આવી હોઈ દસ દિવસ  હોટેલસીલ કરવામાં આવી છે અને દસ દિવસ બાદ રજૂઆત કરવા સુનાવણી આપી છે.  જરૃરી દસ્તાવેજો રજૂ કરવા છતાં પણ ખુલાસો સાંભળ્યા વિના પરવાના સસ્પેન્ડ કરાયા અથવા રદ કરવામાં આવી રહ્યાનું કોર્ટને જણાવાયું હતું.



Google NewsGoogle News