ફિલ્મ 'હમારે બારાહ'ને રજૂ કરવા હાઈકોર્ટની મંજૂરી
વાંધાજનક બાબતો દૂર કરવા નિર્માતાની તૈયારી
ફેરફારોમાં ૧૨ સેકન્ડનું ડિસક્લેમર અને અરજદારે સૂચવેલી કુરાનની વધુ આયાત ઉમેરાશે
મુંબઈ : અભિનેતા અન્નુ કપૂરની 'હમારે બાહાર' ફિલ્મમાંથી કેટલાંક વાંધાજનક દ્રશ્યો કાઢી નાખવાની નિર્માતાએ સંમતિ આપ્યા બાદ બોમ્બે હાઈ કોર્ટે ફિલ્મને રજૂ કરવાની બુધવારે છૂટ આપી છે. ફિલ્મ અગાઉ સાત જૂને ત્યાર બાદમાં ૧૪ જૂને રજૂ થવાની હતી હવે ૨૧ જૂને રજૂ થવાની શક્યતા છે.
ફિલ્મ જોયા બાદ કોર્ટે વધુ કેટલાંક ફેરફા સૂચવ્યા હતા અને નિર્માતાએ એ મુજબના ફેરફાર કરવાની તૈયારી બતાવી છે. સેન્સર બોર્ડના સર્ટિફિકેટ પૂર્વે ટ્રેલર રિલીઝ કરવા બદલ હાઈકોર્ટે ફિલ્મ નિર્માતાપર પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો.
બુધવારે સંબંધીત પક્ષકારોએ સંમતિપત્રક કોર્ટમાં રજૂ કરીને વાંધાજનક દ્રશ્યો અને સંવાદો દૂર કરવા સંબંધી સંમતિ દર્શાવી હતી. ફરેફારોમાં ૧૨ સેકન્ડનો ડિસક્લેમર હશે જેથી દર્શકો તે વાંચી શકે અને અરજદારે કુરાનમાંથી સૂચવેલી વધારાની આયાતનો ઉમેરવાનો પણ સમાવેશ થાય છે.ફેરફાર બાદ ફિલ્મ રજૂ કરવા સામે વાંધો નહોવાનુંં અરજદારોએ જણાવ્યું હતું.
અગાઉ ફિલ્મમાં વાંધાજનક કશું જ નથી જે કુરાન કે મુસ્લિમ સમુદાયના વિરોધમાં હોય, એમ બોમ્બે હાઈ કોર્ટે જણાવીને નિરીક્ષણ કર્યું હતું કે ફિલ્મ વાસ્તવમાં મહિલાઓના ઉત્કર્ષનો આશય ધરાવે છે.ભારતીય જનતા નાદાન કે મુરખી નથી, એમ પણ કોર્ટે જણાવ્યું હતું.
ન્યા. કોલાબાવાલા અને પુનીવાલાની બેન્ચે જણાવ્યું હતું કે ફિલ્મનું પહેલું ટ્રેલર વાંધાજનક હતું પણ તે દૂર કરાયું છે અને ફિલ્મમાંથી પણ વાંધાજનક દ્રષ્યો હટાવી દીધા છે.
કોર્ટે એમ પણ નોંધ કરી છે કે વિચારવા યોગ્ય ફિલ્મ છે એવી મુવી નથી કે પ્રેક્ષકો મગજ ઘરે મૂકીન માણે. ફિલ્મ મહિલાના ઉત્કર્ષ માટે છે. ફિલ્મમાં મૌલાના કુરાનનું અર્થઘટન કરે છે અને વાસ્તવમાં એક મુસ્લિમ શખસ તેનો વિરોધ કરતો હોવાનું એક દ્રશ્યમાં જણાવાયું છે. આથી એ દર્શાવે છે કે લોકોએ પોતાની બુદ્ધિ વાપરવી જોઈએ અને કોઈ મૌલાનાને આંખ મીંચીને અનુસરવા જોઈએ નહીં, એમ કોર્ટે નોંધ કરી છે.
ફિલ્મમાં મુસ્લિમોને અપમાનીત કરાયા છે અને કુરાનનું ખોટું અર્થઘટન કરાયું હોવાનો દાવો કરીને પ્રતિબંધ મૂકવાની અનેક અરજીઓ કરવામાં આવી હતી.
હાઈ કોર્ટે ફિલ્મને મોકૂફ રાખીને બાદમાં વાંધાજનક દ્રશ્યો કાપીને રજૂ કરવાની પરવાનગી આપી હતી. અરજદારે સુપ્રીમમાં દાદ માગતાં કોર્ટે ફિલ્મ પર સ્ટે મૂકીને હાઈકોર્ટને યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું હતું.