અનુષ્કા શર્માએ કન્સલટન્ટ મારફતે અરજી કરાવતાં હાઈકોર્ટ નારાજ
અનુષ્કા
જાતે અરજી કરે તેમ કહી બે અરજીઓ ફગાવી દીધી
જાતે
અરજી કરવામાં શું તકલીફ છે,
કન્સલટન્ટ દ્વારા અરજીનો કિસ્સો ક્યારેય જોયો નથી, નિયમો જોઈ લો એવી ટકોર પણ કરી
મુંબઈ :
મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ હેઠળ
૨૦૧૨-૧૩ અને ૨૦૧૩-૧૪ના મૂલ્યાંકન વર્ષ માટે લેણાં વધારતા સેલ્સ ટેક્સ, મઝગાંવના ડેપ્યુટી કમિશનર દ્વારા પસાર કરાયેલા આદેશોને પડકારતી અભિનેત્રી
અનુષ્કા શર્મા દ્વારા દાખલ કરાયેલી બે અરજીઓ ફગાવી દીધી છે.
એક્ટર
અનુષ્કા શર્માએ મુંબઈ હાઈ કોર્ટમાં તેના ટેક્સ કન્સલટન્ટ વતી સેલ્સ ટેક્સના આદેશને
પડકારતી બે અરજી દાખલ કરી હતી.
મુંબઈ
હાઈકોર્ટે અનુષ્કા શર્માના સ્થાને તેના ટેક્સ કન્સલટન્ટ દ્વારા અરજી દાખલ કરવામાં
આવી તે બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.
ન્યાયાધીશ
નિતિન જામદાર અને ગૌરી ગોડસેએ જણાવ્યું કે આ અરજીઓ અરજદારના ટેક્સ કન્સલટન્ટના
નામે દાખલ કરાઈ છે. અમને નથી સમજાતું કે અરજદારે પોતાના નામે આ અરજીઓ કેમ ફાઈલ નથી
કરી. બેન્ચે આથી અરજીઓ ફગાવીને અરજદારને પોતાના નામે ફરી અરજી કરવાનો વિકલ્પ આપ્યો
હતો.
શર્માની
અરજી મુજબ તેણે ફિલ્મ્સ અને એવોર્ડ સમારંભમાં ભાગ લીધો હતો અને તેણે પોતાના એજન્ટ, યશરાજ ફિલ્મ્સ
પ્રા.લિ. અને આયોજકો સાથે ત્રિ-પક્ષીય કરાર કર્યા હતા. આંકલન અધિકારીએ ફિલ્મના
વળતર પર નહિ પણ વસ્તુની જાહેરાત અને એવોર્ડ ફંકશનના સંચાલનના વળતર પર ટેક્સ લગાડયો
હતો.
૨૦૧૨-૧૩
માટે રૃા. ૧૨.૩ કરોડના વળતર પર વ્યાજ સહિત ટેક્સની માગણી રૃા. ૧.૨ કરોડ હતી જ્યારે
૨૦૧૩-૧૪ માટે રૃા. ૧૭ કરોડના વળતર પર રૃા. ૧.૬ કરોડ હતી.
અરજી
મુજબ આંકલન કરનાર અધિકારીએ વસ્તુઓની જાહેરાત અને કાર્યક્રમના સંચાલન માટે એક્ટરને
કોપીરાઈટ મળ્યા હોવાનું ખોટું આંકલન કર્યું હતું. અરજદારના મતે આ વળતર પર પાંચ ટકા
ટેક્સ લાગવો જોઈએ.
અનુષ્કાના
મતે વીડિયોના કોપીરાઈટ નિર્માતા પાસે રહેતા હોય છે અને એ જ તેનો માલિક હોય છે.
પરફોર્મ કરનાર પાસે કોપીરાઈટ નથી હોતા અને પરફોર્મરના હક્ક અન્યોને ટ્રાન્સફર નથી
કરી શકાતા.
જો
કે ન્યાયાધીશોએ નોંધ કરી હતી કે કન્સલટન્ટ દ્વારા અરજી દાખલ કરવાનો કિસ્સો તેમણે
અગાઉ ક્યારેય જોયો નથી. તેમણે અનુષ્કાના એડ્વોકેટને મુંબઈ હાઈ કોર્ટના નિયમો જોઈ
લેવા કહ્યું.
અનુષ્કાના
એડ્વોકેટે જણાવ્યું કે અરજીઓ પાછી ખેંચવામાં આવશે અને અનુષ્કાની સહી સાથે ફરી દાખલ
કરાશે. ૨૧-૧૨-૨૨