5 સગીરા પર બળાત્કારના દોષિતની જન્મટીપ હાઈકોર્ટે બહાલ રાખી

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
5 સગીરા પર બળાત્કારના   દોષિતની જન્મટીપ હાઈકોર્ટે બહાલ રાખી 1 - image


થાણેની વિશેષ કોર્ટે આપેલા ચુકાદાને  કાયમ રાખ્યો

દરેક પીડિતાનું નિવેદન એક બીજા સાથે સુસંગત  છે તથા મેડિકલ પુરાવા અને સાક્ષીદારોની જુબાની પરથી ગુનો પુરવાર થતો હોવાનું કોર્ટે નોંધ્યું

મુંબઈ :  ઓછામાં ઓછી પાંચ સગીરાઓની જાતીય સતામણી કરવાના કેસમા ંકસૂરવાર ઠેરવાયેલા ૪૦ વર્ષના આરોપીને અપાયેલી જન્મટીપની સજા બોમ્બે હાઈ કોર્ટે બહાલ રાખી છે.

ન્યા. રેવતી મોહિતે ઢેરે અને ન્યા. પૃથ્વીરાજ ચવાણની બેન્ચે ૨૯ માર્ચ ૨૦૧૪ના  થાણેની વિશેષ કોર્ટના ચુકાદાને કાયમ રાખ્યો હતો. કોટ ર્ે રમેશ ગોનપુર નામના આરોપીને પાંચ સગીરા પર બળાત્કાર બદલ કસૂરવાર ઠેરવીને આઈપીસી અને પોક્સોની કલમો હેઠળ જન્મટીપ ફટકારી હતી.

પુરાવા પરથી ફલિત થાય છે કે પાંચે પીડિતાઓનું આરોપીએ જાતીય શોષણ કર્યું છે. પીડિતાઓના નિવેદન જ નહીં પણ તેમના નિવેદનો મેડિકલ પુરાવા અને સાક્ષીદારોના નિવેદન સાથે સુસંગત થાય છે. પીડિતાઓ આઠથી ૧૩ વર્ષની  હોવાનું પણ કોર્ટે  નોંધ્યું હતું. કોર્ટે નીચલી કોર્ટના સજાને બહાલ રાખીને કસૂરવારની અપીલ ફગાવી હતી.

કેસની વિગત મુજબ પાડોશીએ આરોપીને એક પીડિતાનું જાતીય શોષણ કરતાં જોઈ લીધો હતો આ બાબતે પીડિતાની માતાને જાણ કરતાં અન્ય પીડિતાઓ સાથે પણ આવી  ઘટના બની હોવાનું જણાયું હતું. પીડિતાઓ આરોપીને મામા કહીને બોલાવતી હતી અને આરોપી તેમને ઘરના વાસણ સાફ કરવાના બહાન અથવા બિડી કે માચીસ ખરીદી લાવવાના બહાને ઘરમાં બોલાવતો હતો.

આરોપી પત્ની અને બાળકોથી અલગ રહેતો હતો અને આથી પાડોશીની સગીર બાળાઓનું જાતીય શોષણ કરતો હતો, એમ સરકારી પક્ષે જણાવ્યું હતું. 

આરોપીએ બચાવમાં જણાવ્યું હતું કે તેને ખોટી રીતે સંડોવવામાં આવ્યો છે કેમ કે પીડિતાઓમાંની એકના પરિવાર સાથે તેનો જમીનનો વિવાદ ચાલતો હતો. પીડિતાઓના નિવેદન એકબીજા સાથે સુસંગત હોવાથી વિશ્વાસપાત્ર છે આથી અપીલ ફગાવી દીધી હતી.



Google NewsGoogle News