રજનીશ આશ્રમની જગ્યા વેચવાની ટ્રસ્ટની અરજી હાઈકોર્ટે ફગાવી

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
રજનીશ આશ્રમની જગ્યા વેચવાની ટ્રસ્ટની અરજી હાઈકોર્ટે ફગાવી 1 - image


ચેરિટી કમિશનરે પણ અરજી ફગાવતાં આદેશને પડકારાયો હતોે

જમીન વેચવા કોઈ નક્કર કારણ અપાયું નથી તેવી હાઈકોર્ટની ટિપપ્ણીઃ ટ્રસ્ટના 2005થી 2023 સુધીના હિસાબોનું ઓડિટ કરવા પણ આદેશ

મુંબઇ :  પુણેના ઓશો આશ્રમની જગ્યા વેચવાની મંજૂરીને ફગાવતા જોઇન્ટ ચેરિટી કમિશનરના આદેશને પડકારતી ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (ઓઆઇએફ)ની અરજી બોમ્બે હાઇકોર્ટે સોમવારે ફગાવી દીધી હતી, પૂણેના કોરેગાંવ પાર્કમાં  સ્થિત આશ્રમની જમીન રૃા. ૧૦૭ કરોડમાં વેચવાની જાહેર ટ્રસ્ટ ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનની અરજી ડિસેમ્બર ૨૦૨૩માં જોઇન્ટ ચેરિટી કમિશનરે ફગાવી દીધી હતી જેની સામે  ટ્રસ્ટે બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી હતી.

પૂણેના કોરેગાંવ પાર્ક એરિયામાં આશ્રમની જમીન વેચવા બાબતમાં ''યથાર્થ અને સચોટ કારણ' ઓઆઇએફએ આપ્યું નથી તેવું કહી બોમ્બે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે જોઇન્ટ ચેરિટી કમિશનરના ઓર્ડરને મંજૂર રાખ્યો હતો. 

એક પક્ષકારે આપેલી રૃા. ૫૦ કરોડની રકમ વ્યાજ વગર પાછી આપવાનો હાઇકોર્ટે ઓઆઇએફને નિર્દેશ આપ્યા હતા. રકમ પાછી આપવામાં આવી છે તેવું ઓઆઇએફએ કોર્ટમાં કહ્યું હતું. આશ્રમની જમીનના વેચાણનો આશ્રમના જ અંતેવાસીઓનું અન્ય એક જૂથ વિરોધ કરી રહ્યું છે. 

ઓશો આશ્રમનું સંચાલન કરનારા ઓઆઇએફના સ્પેશિયલ ઓડિટ કરાવવાનો જોઇન્ટ ચેરિટી કમિશનરનો ઓર્ડર બરાબર છે તેવું પણ હાઇકોર્ટે કહ્યું હતું.  કોર્ટે કહ્યું કે આસિસટન્ટ ચેરિટી કમિશનર બે સ્પેશિયલ ઓડિટરની નિમણૂંક કરશે જે વર્ષ ૨૦૦૫થી ૨૦૨૩ દરમિયાનના ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનનું સ્પેશિયલ ઓડિટ કરશે. ઉપર જણાવેલા સમયગાળા સંબંધી તમામ રેકોર્ડ એકાઉન્ટસની વિગતો, રિસીપ્ટ બુક, વાઉચર્સ, લેજર્સ વિગેરે ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ, મેનેજરે અને અન્ય કર્મચારીઓએ સ્પેશિયલ ઓડિટરની ટીમને ઉપલબ્ધ કરાવવા અને તેમને તમામ બાબબતમાં સહકાર આપશે. તેવું હાઇકોર્ટના ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે. 

ઓઆઇએફ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે કોવિડ- ૧૯ મહામારી વખતે ટ્રસ્ટનું ભંડોળ ઘટી ગયું હતું આથી ટ્રસ્ટ કોરેગાવ પાર્ક જમીનનો કેટલોક હિસ્સો વેચવા માગે છે.


Google NewsGoogle News