મહારાષ્ટ્રમાં પાન મસાલા પરના પ્રતિબંધ સામે સ્ટે આપવા હાઈકોર્ટનો ઈનકાર
યુપી સરકારને નહિ હોય પણ મહારાષ્ટ્રને જાહેર આરોગ્યની ચિંતા છે
યુપીમાં નોંધાયેલી કંપનીની અરજી ફગાવીઃ ત્યાંથી પણ કેન્સરના દર્દીઓ મુંબઈ સારવાર માટે આવે છે તેવી સરકારની દલીલ
મુંબઈ : ઉત્તર પ્રદેશ સરકારને નહીં હોય પણ મહારાષ્ટ્ર સરકારને અહીંના નાગિરકોના આરોગ્યની ચિંતા છે. આથી અમે પાન મસાલા પરની બંધી ઉઠાવી શકીએ નહીં, એમ બોમ્બે હાઈ કોર્ટે જમાવીને પાન મસાલા વેચતી કંપનીને આપેલા આદેશ સામે સ્ટે આપવાનો ઈનકાર કર્યો છે. પાન મસાલા વેચતી કંપનીએ રાજ્યમાં પાન મસાલા પરની બંધી ઉઠાવવાની કરેલી માગણી સાથેની અરજીની સુનાવણી ચાલી રહી હતી. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળીને પહેલી એપ્રિલ પર વધુ સુનાવણી રાખી છે.
યુપીના નોઈડામાં નોંધાયેલી કંપનીએ ત્યાં ં પાન મસાલા પર કોઈ બંધી નહોવાનો દાવો કરીને બંધી ઉઠાવવાની માગણી હાઈ કોર્ટમાં કરી હતી. તંબાકુજન્ય પદાર્થને લીધે થતા કેન્સર પર ઉપચાર માટે ઉત્તર પ્રદેશના નાગરિક પણ મુંબઈની ટાટા હોસ્પિટલમાં આવે છે આથી પાન મસાલા પરની બંધી યોગ્ય હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો હતો.
મહારાષ્ટ્રનાં અન્ન અને ઔષધ પ્રશાસને ૧૮ જુલાઈ ૨૦૨૩ના રોજ જીઆર બહાર પાડીને રાજ્યભરમાં ગુટખા, સુગંધી પાનમસાલા તથા તેના જેવા તંબાકુ જન્ય પદાર્થ પર બંધી વર્ષભર માટે લંબાવી હતી. આ આદેશાનુસાર વર્ષભરના સમય માટે ઉત્પાદકોને તંબાકુ કે સોપારીનો પુરવઠો, વિતરણ પરિવહન કે વેચાણ કરવા પર પ્રતિબંધ હતો. આ નિર્ણય સા એક પાન મસાલા કંપનીએ હાઈ કોર્ટમાં પડકાર ફેક્યો હતો. અમારે તંબાકુજન્ય પદાર્થ સાથે સંબંધ નહોવાનું અને અરજીમાં પોતે પાન મસાલા તથા સુગંધી સોપારી વેચવા પર બંધીને પડકારી હોવાનું અરજીમાં જણાવ્યું હતું.
અન્ન અને સુરક્ષિતતા વિભાગના કમિશનર તરફથી અરજદારને પાન મસાલા વેચવા તથા ઉત્પાદન કરવાની પરવાનગી મળી હતી, પરંતુ ફૂડ સિક્યોરિટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ તે રદ કરી હતી. મૂળમાં પરવાના રદ કરવાનો અધિકાર ઓથોરિટીને નથી, અને બંધી કાયદા અને નિયમોની જોગવાઈનું ઉલ્લંઘન કરનારી હોવાનો દાવો કંપનીની અરજીમાં કરવામાં આવ્યો હતો.
ફૂડ સિક્યોરિટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ સોગંદનામું આપીને અરજીના તમામ આરોપોનું ખંડન કર્યું હતંંુ. ૨૦૧૨માં રાજ્ય સરકારે લાદેલી પાન મસાલા અને તે સંબંધી તંબાકુજન્ય પદાર્થ પરની બંધી હજી કાયમ છે. રાજ્ય સરકારે અભ્યાસ કરીને બંધીનો નિર્ણય લીધો હતો. અરજદારે ૧૨ વર્ષ બાદ આદેશને પડકાર્યો છે. તેમ જ આ કંપનીના પાનમસાલા આરોગ્ય માટે હાનિકારક નથી એવો કોઈ અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો નથી. આથી તેની માગણી ફગાવી દેવામાં આવે, એવી વિનંતી કરવામાં આવી હતી.
ગુટખા બંધી કરનારું મહારાષ્ટ્ર દેશમાં પહેલું રાજ્ય હતું. અન્ન ભેળસેળ પ્રતિબંધક કાયદા હેઠળ રાજ્ય સરાકરે સાર્વજનિક આરોગ્યના હિત માટે તંબાકુ જન્ય પદાર્થ ગુટકા કે પાન મસાલા, વેચાણ માટે અથવા સંગ્રબ કરવા કે વિતરણ કરવા ઉત્પાદન કરવા પર બંધી લદાઈ છે.