મરાઠા આરક્ષણ કાયદા પર તત્કાળ સ્ટેનો હાઈકોર્ટનો ઈનકાર

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
મરાઠા આરક્ષણ કાયદા પર  તત્કાળ સ્ટેનો  હાઈકોર્ટનો ઈનકાર 1 - image


રાજ્ય સરકારને 10 એપ્રિલ પર સોગંદનામું નોંધાવવા નિર્દેશ

કાયદાની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીમાં સ્ટે આપવા પૂર્વે સરકારની બાજુ સાંભળવી જરૃરી

મુંબઈ :  મરાઠા આરક્ષણ આપવાના રાજ્ય સરકારના નિર્ણય પર વચગાળાનો સ્ટે આપવાની દાદ માગતી અરજી પર બોમ્બે હાઈ કોર્ટ દસ એપ્રિલે સુનાવણી કરશે. કોર્ટે જણાવ્યું હતું કે નિર્ણય કાયદાને આધારીત છે અને પ્રશાસકીય આદેશ નથી અને રાજય સરકારને કોર્ટે જવાબ નોંધાવા સમય જોઈશે. કોર્ટે સરકારને જવાબમાં સોગંદનામું નોંધાવવા નિર્દેશ આપ્યો છે.

ાુખ્ય ન્યા. ડી. કે. ઉપાધ્યાય અને ન્યા. ડોક્ટરની બેન્ચ સમક્ષ મહારાષ્ટ્ર સ્ટેટ રિઝર્વેશન ફોર સોશ્યલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ એક્ટ ૨૦૨૪ હેઠળ મરાઠા સમુદાયને અપાયેલા દસ ટકા આરક્ષણને ડકારતી ઢગલાબંધ અરજીઓની સુનાવણી થઈ હતી. 

અરજદારોએ અરજીનો અંતિમ નિકાલ આવે ત્યાં સુધી કાયદાના અમલ પર સ્થગિતી માગી હતી. કોર્ટે જોકે નોંધ કરી હતી કે કાયદાની બંધારણીય યોગ્યતાને પડકારવામાં આવી છે આથી તમામ પક્ષની દલીલો સાંભળવી જરૃરી છે.

આ નિર્ણય સાદો પ્રશાસકીય આદેશ નથી. આ કાયદાની બાબત છે. આથી અમારે કાયદાની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીની સુનાવણી વખતે નિર્ધારીત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવા પડે છે. વચગાળાની રાહત આપવા અંગે અમે સરકારને જવાબ નોંધાવવા સમય આપવા માગીએ છીએ, એમ કોર્ટે જણાવ્યું હતું. 

ગયા સપ્તાહે કોઓર્ડિનેટ બેેન્ચે કેટલીક અરજીઓની સુનાવણી વખતે વચગાળાના આદેશમાં જણાવ્યું હતું કે નવા મરાઠા ક્વોટા કાયદા હેઠળ થનારી ભરતી અરજીઓ પર કોર્ટના અંતિમ ચુકાદાને આધીન રહેશે, એમ કોર્ટે નાંેધ કરી હતી.કાયદા હેઠળ ભરતી કે રોજગાર ઈચ્છતા ઉમેદવારો માટે આ સ્પષ્ટ ચેતાવણી છે. વચગાળાની રાહત માટેની તમામ અરજી અમે સાંભળીશું, એમ કોર્ટે જણાવ્યું હતું.

અરજદારોમાંના એક એડવોકેટ ગુણરત્ન સદાવર્તેએ જણાવ્યું હતું કે રોજગાર અને શિક્ષણમાં આરક્ષણ ૭૨ ટકા થયું છે આમ જનરલ કેટેગરી માટે ૨૮ ટકા જ જગ્યા બચી છે.અરજદાર વતી વકિલે દલીલ કરી હતી કે તમામ રાજ્યોમાં ૫૦ ટકા આરક્ષણની મર્યાદા છે, મહારાષ્ટ્રએ આ મર્યાદા તોડી છે.



Google NewsGoogle News