તુળજા ભવાની મંદિર ટ્રસ્ટને ચડાવાના દાગીના નહીં ઓગાળવા હાઈ કોર્ટનો આદેશ
વ્યવસાયિક કામે વિદેશ જવાની જરુર હોવાની દલીલ
હિન્દુ જનજાગૃતિ સમિતિની જનહિત અરજીમાં અપાયો નિર્દેશ
દાગીના ઓગાળવાની પરવાનગી આપતા જીઆરમાં ગેરરીતિના સમયગાળાનો સમાવેશ હોવાની નોંધ લઈ સૂચના
મુંબઈ : બોમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે તાજેતરમાં ધારાશિવ જિલ્લામાં તુળજાપુરમાં આવેલા તુળજા ભવાની મંદિર ટ્રસ્ટને નવો આદેશ ન મળે ત્યાં સુધી દાગીના ઓગાળવાનું અટકાવા જણાવ્યું છેે. ત્રીજી ઓક્ટોબરના સરકારી ઠરાવને ધ્યાનમાં રાખીને ભક્તો દ્વારા પહેલી જાન્યુઆરી ૨૦૦૯ અને ૧૦ જૂન ૨૦૨૩ સુધીમાં ચડાવેલા સોનાના ૨૦૪ કિલો અને ચાંદીના ૩૮૬ કિલો દાગીના ઓગાળવાની પરવાનગી આપી હતી. આ પ્રવૃત્તિને જોકે કોર્ટે વધુ આદેશ સુધી સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.
હિન્દ ુજનજાગૃતિ સમિતિ (એચજેએસ) વતી પ્રિયંકા લોણેએ કરેલી જનહિત અરજીમાં આઠ ડિસેમ્બરે આદેશ ્પાયો હતો. અરજીમાં ગેરરીતિનો આરોપ કરીને જીઆરને પડકારવામાં આવ્યો હતો. ૧૦ ઓક્ટોબરે હાઈ કોર્ટે જાણવા માગ્યું હતું કે સ્થાનિક પોલીસમાં સપ્ટેમ્બર ૨૦૨૦ના નોંધાયેલા ગુનાની તપાસ પૂર્ણ થઈ છે કે નહીં અને કેસમાં આરોપનામું દાખલ કરાયું છે કે નહીં.
કોર્ટે નોઁધ કરી હતી કે રાજ્ય સરકારવતી સર કારી વકિલ ગિરસેને જિલ્લા કલેક્ટર સચિન ઓમ્બાસે પાસેથી મળેલા પત્રમાં અરજદારે જણાવેલો ગેરરીતિનો સમયગાળો સમાવિષ્ટ છે. ઓમ્બાસે ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે.
કોર્ટે દાગીના ગાળવાની પ્રવૃત્તિને અટકાવવાનો આદેશ આપ્યો છે. એક ભક્તે મંદિરને ચડાવેલો સોનાનુો મુગટ સોનાનો નહોવાના અખબારી અહેવાલને ટાંકીને કોર્ટે ગિરસેને ચડાવા સંબંધી નિયમો રેકોર્ડ પર મૂકવા જણાવ્યું છે.