Get The App

અભિષેક ઘોસાળકરની હત્યાનો કેસ સીબીઆઈને સોંપવા હાઈકોર્ટનો આદેશ

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
અભિષેક ઘોસાળકરની હત્યાનો કેસ સીબીઆઈને સોંપવા હાઈકોર્ટનો આદેશ 1 - image


 પોલીસે  તમામ પાસાંની તપાસ કરી  નહિ હોવાનું જણાતાં આદેશ

ઘોસળકરની વિધવાની અરજી પર કોર્ટે બે સપ્તાહમાં એસપી રેન્કના અધિકારીની નિયુક્તિ કરી કેસના પેપર સોંપવા આદેશ આપ્યો

મુંબઈ - શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોસાળકરના નગરસેવક પુત્ર અભિષેકની હત્યાનો કેસ સીબીઆઈને સોંપવાની  તેમની વિધવા તેજસ્વી ઘોસાળકરે કરેલી અરજીને માન્ય કરી હતી. કેસની તપાસના તમામ પેપરો બે સપ્તાહમાં વહેલાંસર સીબીઆઈને સુપરત કરવા અને  સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રેન્કના આઈપીએસ કક્ષાના અધિકારીની નિયુક્તિ કરવા સીબીઆઈના ઝોનલ ડિરેક્ટરને  નિર્દેશ આપ્યો છે. સીબીઆઈ ટીમ અધિકારી નિયુક્ત કરી  શકે છે એમ પણ કોર્ટે જણાવ્યું હતું.

કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે  આ કેસમાં તમામ  પાસાં   તપાસવામાં આવ્યા નથી અને આવી ખામી ચલાવી કાય નહીં કેમ કે તે ન્યાયીયક અપરાધ ગણાશે.

સોશ્યલ મીડિયા લાઈવ  સ્ટ્રીમિંગ દરમ્યાન આઠ ફેબુ્રઆરીએ બોરીવલીમાં અભિષેક (૪૧)ને ગોળી મારીને ઠાર કરવામાં આવ્યા હતા. તેમના રાજકીય હીફ મૌરિસ નોરોન્હા (૪૭)એ તેમને પોતાની ઓફિસમાં બેલાવીને આ કૃત્ય કર્યાનો આરોપ છે. ઘટનામાં નોરોન્હાએ પણ આત્મહત્યા કરી હતી. પોલીસે બીજા દિવસે નોરોન્હાના બોડીગાર્ડ અમરેન્દ્ર મિશ્રાની ધરપકડ કરી હતી કેમ કે ગુનામાં વપરાયેલી ગન તેની હતી.

કેસ સીબીઆઈને સોંપવાની અરજીમાં દાવો કરાયો હતો કે પોલીસે કરેલી તપાસમાં પ્રગતિ સધાતી નથી અને અસંતોષકારક છે.  ૧૦ જુલાઈએ બાકી રખાયેલો ચુકાદો શુક્રવારે જાહેર કરાયો હતો.

બોરીવલીની એમએચબી પોલીસ સ્ટેશને નોરોન્હા  સામે હત્યા, શસ્ત્ર કાયદા અને મહારાષ્ટ્ર પોલીસ કાયદા હેઠળ કેસ  નોંધ્યો હતો. ત્યાર બાદ તપાસ ક્રાઈમ બ્રાંચને અપાઈ હતી. સેશન્સ કોર્ટે મિશ્રાને  પચ્ચીસમી જુલાઈએ જામીન આપ્યા હતા.

તેજસ્વીએ વિવિધ ઓથોરિટીને પત્ર લખીને કેસમા ંસંડોવાયેલા આરોપીઓના નામ જણાવવા અને વિશેષ તપાસ ટીમ સ્થાપવાની વિનંતી કરી હતી.જોકે પોલીસ  રાજકીય શક્તિશાળી, સંરક્ષણ પ્રાપ્ત લોકો સામે ે કોઈ તપાસ કરી નહીં અને આરોપનામું દાખલ કર્યું નહોતું.તેજસ્વીએ જણાવ્યું  હતું  કે ઉત્તર પ્રદેશનું લાયસન્સ  ધરાવતા મિશ્રાએ નોરોન્હા સાથે ડિસેમ્બર ૨૦૨૩ મધ્યથી કામ ચાલુ કર્યું ્યારે કોઈ સિક્યોરિટી કંપનીનો સંપર્ક કરાયો નહોતો. કાયદાકીય પ્રક્રિયા અનુસરાઈ નહોતી. મિશ્રાના શસ્ત્રના પરવાનાની એન્ટ્રીની તપાસ કરવાની પણ દાદ મગાઈ હતી.

વિડિયોમાં ગોળી છોડનારો માણસ ફોનની પાછળ હોવાતી કોણે ગોળી છોડી એની તપાસ કરવાની માગણી કરી હતી. ફોજદારી કાવતરાની કલમ ઉમેરવાની પણ માગણી કરાઈ હતી.

ડીસીપી સ્તરના અધિકારીના નિરીક્ષણમાં તપાસ થઈ રહી હોવાનું અને આરોપનામું દાખલ કરાયું હોવાનું સરકારી વકિલે કોર્ટને જણાવ્યું હતું.  કેસની તપાસ ખુલી રખાઈ છે અને ડીસીપી તપાસનું નિરીક્ષણ ચાલુ રાખશે અને અરજદારના સવાલોનું નિરાકરણ લાવી શકે છે. કોર્ટે કોલ ડેટા રેકોર્ડ અને સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા.



Google NewsGoogle News