Get The App

બિલ્ડર સામે અવિચારી તપાસ માટે ઈડીને હાઈકોર્ટ દ્વારા 1 લાખનો દંડ

Updated: Jan 23rd, 2025


Google News
Google News
બિલ્ડર સામે અવિચારી તપાસ માટે ઈડીને હાઈકોર્ટ દ્વારા 1 લાખનો દંડ 1 - image


કેન્દ્રીય એજન્સીઓ નાગરિકોને કનડે નહિ તે માટે દાખલો બેસાડવાની જરુર

ગમે તે રીતે પીએમએલએ લાગુ કરવાનું બંધ કરોઃ કાયદાની ઉપરવટ જઈને વગર વિચાર્યે સમન્સ જારી કરવા બદલ ઠપકો

મુંબઈ -  રિઅલ્ટી ડેવલપર સામે વગર વિચાર્યે મની લોન્ડરિંગની તપાસ શરૃ કરવા બદલ બોમ્બે હાઈકોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોકેટ (ઈડી)ને રૃ. એક લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે નોંધ કરી હતી કે કેન્દ્રીય એજન્સીઓએ કાયદાની સીમામાં રહીને વર્તવું જોઈએ.

ન્યા. મિલિંદ જાધવની સિંગલ બેન્ચે ઈડી પર દંડ લાદતાં નિરીક્ષણ કર્યું હતું કે નાગરિકોની સતામણી થાય નહીં એની તકેદારી લેવા કાયદો લાગુ કરતીએજેન્સીઓને કડક સંદેશ જવો જરૃરી છે.

ઈડીએ કરેલી ફરિયાદને આધારે વિશેષ કોર્ટે ઓગસ્ટ ૨૦૧૪માં મુંબઈના રિઅલ એસ્ટેટ ડેવલપર રાકેશ જૈન સામે  જારી કરેલા સમન્સ હાઈકોર્ટે રદ કર્યા હતા. ઈડી જેવી કેન્દ્રીય એજન્સીઓને કાયદો હાથમાં લઈને નાગરિકોની સતામણી કરતાં અટકાવવાનો સમય આવી ગયો છે, એમ ન્યા. જાધવે નોંધ્યું હતું.

 પ્રોપર્ટી ખરીદદારે કરારનો ભંગ અને છેતરપિંડીનો આરોપ કરીને વિલે પાર્લે પોલીસસ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદને આધારે ઈડીએ જૈન સામે મની લોન્ડરિંગની તપાસ શરૃ કરી હતી. કોર્ટે ચુકાદામાં નોંધ કરી હતી કે જૈન સામે કોઈ કેસ બનતો નથી અને આથી મની લોન્ડરિંગનો અરોપ પણ ટકી શકતો નથી.

ફરિયાદીનું કૃત્ય તેમ જ ઈડીએ જૈન સામે ફોજદારી યંત્રણા લગાવી દેવાનું કૃત્ય સ્પષ્ટ રીતે બદઈરાદાપૂર્વકનું અને દંડનીય  છે.

કેન્દ્રીય એજન્સીઓને કાયદામાં રહીને કામ કરવાનો અને કાયદો પોતાના હાથમાં લઈને વગરવિચાર્યે નાગરિકોને હેરાન કરી શકે નહીં એવો કડક સંદેશો આપવા કોર્ટે ભારે દંડ લાદવાની ફરજ પડી રહી છે, એમ ન્યા. જાધવે નોંધ કરી હતી.

કોર્ટે ઈડીને હાઈકોર્ટની લાઈબ્રેરી માટે ચાર સપ્તાહમાં એક લાખની રકમ જમા કરવાનો નિર્દેશ આપ્યો છે. કેસમાં મૂળ ફરિયાદી પર પણ કોર્ટે એક લાખનો દંડ ફટકાર્યો છે. આ રકમ કિર્તીકર લો લાઈબ્રેરીમાં અપાવાની રહેશે. આ કેસ પીએમએલએ લાગુ કરવાના બહાને દબાણ લાવવામાં આવી રહ્યું હોવાનો ઉત્તમ દાખલો  છે, એમ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું.

ઈડીના વકિલની વિનંતીને પગલે હાઈકોર્ટે એક સપ્તાહ માટે આદેશ પર સ્થગિતી આપી હતી જેથી એજન્સી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે.


Tags :
Courtimposesfine

Google News
Google News