પોપ સિંગર શ્વેતા શેટ્ટીને પિતાના ઘરે જવા હાઈકોર્ટની પરવાનગી
સંપત્તિમાં ભાગ માટે શ્વેતા દ્વારા ગેરવર્તાવની પિતાની ફરિયાદ
મિલકતના વિવાદમાં ટ્રિબ્યિનલ અને ડેપ્યુટી કલેક્ટરે બંધી લાદી હતીઃ શ્વેતાના દાવા અનુસાર બહેનોનું કાવતરું
મુંબઈ : પોપ સિંગર શ્વેતા શેટ્ટીને બોમ્બે હાઈ કોર્ટે તેના પિતા મહલાબા રંપા શેટ્ટીના ઘરે જવાની પરવાનગી આપી છે.
૨૦૧૫માં જર્મનીથી પાછી ફરેલી શ્વેતા મુંબઈ પોતાના માતાપિતાના ઘરમાં શિફ્ટ થઈ હતી. માના મૃત્યુ બાદ તેના પિતા ઘરમાં એકલા હતા અને તેમની દેખભાળ માટે શ્વેતાએ બે નોકરાણીને રાખી હતી. થોડા દિવસ સાથે રહ્યા બાદ શ્વેતાના પિતાએ પોતાની સાથે ખરાબ વર્તન અને સંપત્તિમાં ભાગ માગવાના આરોપ સર શ્વેતા સામે મુંબઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, ત્યાર બાદ વેલફેર ટ્રિબ્યુનલ અને મુંબઈના ડેપ્યુટી કલેક્ટરે શ્વતા શેટ્ટીને પિતાનું ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.
શ્વેતાએ હાઈ કોર્ટમાં અરજી કરીને ટ્રિહ્યપનલના અને ડેપ્યુટી કલેક્ટરના આદેશને પડકાર્યો હતો. શ્વેતાએ જણાવ્યા અનુસાર તેેની સામે ખોટા આરોપો લગાવાયા છે અને તેની બહેને પોતાની સામે કથિત રીતે કાવતરું ઘડયું છે. શ્વેતાના જણાવ્યા મુજબ કોવિડકાળમાં જર્મનીથી બીજી વાર આવી ત્યારે તેની બહેને તેને પિતાના ઘરમાં આવવાથી રોકી અને મિત્રના ઘરે રહેવું પડયું હતું. બહેનો તેમના પિતાને ગેરમાર્ગે દોરી રહી છે.
૯૦ના દાયકામાં પોપસિંગના રૃમમાં ખ્યાતનામ થયેલી શ્વેતા શેટ્ટીએ બોલીવુડની ફિલ્મોમાં પણ ગીત ગાયા છે.