Helicopter Crash: મુંબઈથી હૈદરાબાદ જતું હેલિકોપ્ટર પૂણેમાં થયું ક્રેશ, ચાર લોકો હતા સવાર

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
pune Helicopter crash


Pune Helicopter Crash: મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. પૂણેમાં હાલ ઝડપી પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખરાબ વાતાવરણના કારણે આ ઘટના ઘટી હોવાનું અંદાજ લગાવવામાં આવી રહ્યું છે. હેલિકોપ્ટરમાં ચાર લોકો સવાર હોવાની માહિતી મળી છે. જેમાં એકની હાલત ગંભીર છે જ્યારે અન્ય ત્રણ લોકો સુરક્ષિત છે. 

ઘટનાના સંબંધમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, 'પૂણેના પૌડ ગામ નજીક પ્રાઇવેટ એવિએશન કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે, આ હેલિકોપ્ટર મુંબઇથી હેદરાબાદ જઇ રહ્યું હતું અને તેમાં ચાર લોકો સવાર હતા. '

પ્રત્યક્ષદર્શીએ ઘટનાની ગંભીરતા વર્ણવી

આ ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, 'જ્યારે આ ઘટના બની ત્યારે હું નજીક જ હતો. મેં જોયું કે એક હેલિકોપ્ટર નીચે પડી રહ્યો છે, જ્યારે તે નીચે પડ્યો ત્યારે હું તેની પાસે ગયો. મેં પાયલોટ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તે વાત કરવાની સ્થિતિમાં નહોતો. તે ગભરાઇ ગયો હતો અને લોકોને કહી રહ્યો હતો કે અહીંથી હટી જાઓ, હેલિકોપ્ટર બ્લાસ્ટ થઇ શકે છે.'

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે આ મુસ્લિમ જાતિઓએ SCનો દરજ્જો માગ્યો, સમિતિ સાથે મુલાકાત

વરસાદના કારણે ઘટી ઘટના?

પ્રત્યક્ષદર્શીએ વધુમાં જણાવ્યું કે, 'જે સ્થળે આ ઘટના બની છે, તે ખૂબ જ નાની જગ્યા છે. ત્યાં જવું ઘણું મુશ્કેલ છે. અહીં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, મને લાગે છે કે કદાચ આ જ કારણસર આ ભયંકર ઘટના બની છે. મને બ્લડ પ્રેશરની સમસ્યા છે અને આ દુર્ઘટના જોઇ હું ખૂબ જ ડરી ગયો હતો અને ત્યાંથી તરત ભાગી ગયો હતો.'

આ પણ વાંચોઃ VIDEO: રાજસ્થાનના પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યા જેવી સ્થિતિ, 5 તણાયાં, 1 મહિલાનું મોત

હેલિકોપ્ટરની વિગતો સામે આવી

હેલિકોપ્ટર AW 139 અને પાયલોટની વિગતો સામે આવી છે. આ હેલિકોપ્ટર ગ્લોબલ વેક્ટ્રા કંપનીનું છે. ઘાયલ થયેલા પાયલોટનું નામ આનંદ છે જેને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હેલિકોપ્ટરમાં અન્ય ત્રણ લોકો પણ સવાર હતા. જો કે, સદનસીબે તેઓ સુરક્ષિત છે.



Google NewsGoogle News